Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૨૮ ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ સુદ પૂનમનું રાશિફળ

મેષ સહિત ત્રણ રાશિના જાતકોને નોકરી-ધંધામાં કામનું ભારણ વધે, અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધામાં આપના કામ સિવાય અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર-શ્રમમાં વધારો થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપે બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. પરદેશના કામ થાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આનંદ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

આપે રાજકીય, ખાતાકીય કામમાં સંભાળવું પડે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપને કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામ થાય. પારિવારિક કામમાં વ્યસ્ત રહો.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં ઉપરીવર્ગ,સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh