Advertisement
Author: નોબત સમાચાર

ભીડભંજન માર્ગે ખૂંટીયાએ હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા

જામનગરમાં 'ઢોર' નો ત્રાસ યથાવત

જામનગર તા. ૭: જામનગરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ગઈકાલે તો મહાનગર પાલિકાની કચેરીના માર્ગે જ ખૂંટીયાએ બાઈકને હડફેટમાં લેતા અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા તેઓ સારવાર માટે લઈ જવાયા હતાં.

જામનગરમાં ગઈકાલે બપોરે ભીડભંજન મહાદેવ મંદિર- મહાનગરપાલિકા કચેરી માર્ગેથી હાર્દિકભાઈ વોરા પોતાના પત્નીને સાથે લઈને બાઈકમાં પસાર થતા હતા ત્યારે રસ્તે રઝળતા ખૂંટીયાએ બાઈકને હડફેટ લેતા અકસ્માત થયો હતો.

આ બનાવમાં હાર્દિકભાઈને શરીરના જુદા-જુદા ભાગમાં ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જો કે આ બનાવમાં તેમના પત્નીને કોઈ ઈજા પહોંચી ન હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગર પાલિકા દ્વારા થતી ઢોર પકડવાની કામગીરી ફકત નાટક પુરવાર થઈ રહી છે. આજે પણ શહેરના લગભગ તમામ માર્ગો ઉપર ઢોરની અવર-જવર યથાવત રીતે જોવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh