Advertisement
Author: નોબત સમાચાર

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના ર૦ર૪-રપનું ભવ્ય લોન્ચીંગ

ગત વર્ષના પારદર્શક ડ્રોની સાથે-સાથે જ 'નોબત'ની આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની અને ધમાકેદાર આકર્ષક લવાજમ યોજનાનું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ સર્વ શ્રી આશિષભાઇ કંટારીયા, હિતેશભાઇ મહેતા, ભરતભાઇ મોદી, નિતિનભાઇ ઓઝા, નિલેશભાઇ પુજારા, રિષીતભાઇ કોટેચા સહિતના મહાનુભાવો તથા માધવાણી પરિવારના સર્વ શ્રી ચેતનભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વખતેની વાર્ષિક લવાજમ યોજનામાં ઇનામોની જાણે લ્હાણી હોય તેવી જાહેરાતો કરવામાં આવી હતી.

યોજના-એ

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-એ'માં લવાજમ ભરનાર ગ્રાહકને પાંચ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૨૧૦૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને સાપ્તાહિક અભિયાન (મેગેઝિન)નું વાચન તથા વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

યોજના-બી

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-બી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ચાર જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૧૦૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

યોજના-સી

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-સી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ત્રણ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૯૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

મેગા ડ્રોના મેગા બેનીફીટ

'નોબત'ના વાર્ષિક લવાજમ વર્ષ ૨૦૨૪-૨૫ માટે  બમ્પર રોકડ ઇનામો સાથે મેગા ડ્રો આગામી ઓગષ્ટ-૨૦૨૪ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ રૂ. ૧ લાખ રોકડા (એક ગ્રાહકને), બીજું ઇનામ રૂ. ૫૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦ રોકડા (બે ગ્રાહકોને), પાંચમું ઇનામ રૂ. ૭,૫૦૦ રોકડા (ત્રણ ગ્રાહકોને), છઠ્ઠુ ઇનામ રૂ. ૫,૦૦૦ રોકડા (ચાર ગ્રાહકોને), સાતમું ઇનામ રૂ. ૪,૦૦૦ રોકડા (પાંચ ગ્રાહકોને), આઠમું ઇનામ ૨,૦૦૦ રોકડા (છ ગ્રાહકોને), નવમું ઇનામ રૂ. ૧,૫૦૦ રોકડા (સાત ગ્રાહકોને), દસમું ઇનામ રૂ. ૧,૦૦૦ રોકડા (આઠ ગ્રાહકોને) અને અગિયારમું ઇનામ ગીફટ દર ૧૦૦ દીઠ એક ગ્રાહકને અને ૧૨મું ઇનામ ગીફટ હેમ્પર ૧૦ ગ્રાહક દીઠ એક ગ્રાહકને મળશે. આમ 'નોબત'ની આગામી વર્ષની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં કુલ રૂ. ૨,૯૫,૦૦૦ના રોકડ ઇનામો ઉપરાંત ગીફટ હેમ્પરોના ઇનામો વિજેતા ગ્રાહકોને આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh