Advertisement
Author: નોબત સમાચાર

ત્રીજી જાન્યુઆરીઃ ત્રિવિધ મહાત્મયો

                                                                                                                                                                                                      

ત્રીજી જાન્યુઆરીનો દિવસ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે આ વિશેષ દિવસ સાથે ત્રણ અલગ-અલગ મહાત્મયો સંકળાયેલા છે, મતલબ કે આ દિવસ મહાત્મયોનો ત્રિવેણી સંગમ છે.

આંતરરાષ્ટ્રીય મન-શરીર

સ્વાસ્થ્ય દિવસ

દર વર્ષે ત્રીજી જાન્યુઆરીના દિવસે મન-શરીર સ્વાસ્થ્ય દિવસ મનાવાય છે. માનવીનું મન અને શારીરિક સ્વાસ્થ્ય પરસ્પર સંકળાયેલા છે. આ દિવસની ઉજવણીના મૂળમાં હિપ્પોક્રેટ્સ છે અને પ્રાકૃતિક ચિકિત્સા આંદોલન પછી આ કોન્સેપ્ટ વિકસ્યો હોવાનું જણાય છે.

મહાચાન નવું વર્ષ

વિશ્વમાં ત્રીજી જાન્યુઆરીના દિવસે મહાયાન નવું વર્ષ બૌદ્ધો ઉજવે છે. જુદા જુદા બૌદ્ધદર્શનો તથા વિચારધારાઓના સંગમ સમા આ દિવસે બૌદ્ધમંદિરોમાં વિશેષ ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાય છે.

આ દિવસે ભગવાન બુદ્ધની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવાય છે, અને વિશેષ પૂજન થાય છે. મંદિરોમાં મીણબત્તીઓ પ્રગટાવીને ભજન-કીર્તન થાય છે. મેડિટેશન અને સ્વાધ્યાય કર્યા પછી પ્રાર્થનાઓ થાય છે. બૌદ્ધો પોતપોતાના રહેણાંકોની સજાવટ કરે છે અને પરસ્પર ભેટ આપે છે.

સાવિત્રીબાઈ ફૂલે જયંતી

સામાજિક સુધારણા અને શૈક્ષણિક જાગૃતિ માટે તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ ના સાવિત્રીબાઈ ફૂલે જયંતીના દિવસે વિશેષ પ્રવૃત્તિઓ થાય છે. આ દિવસને ક્રાંતિજ્યોતિ દિવસ પણ કહેવાય છે. આ દિવસે સમારોહ, રેલીઓ, તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન વિગેરે કાર્યક્રમો યોજાય છે. તેણીએ વર્ષ ૧૮૪૮ માં પૂણેમાં ભારતની પ્રથમ કન્યાશાળા ખોલી હતી, અને કન્યા કેળવણીની ક્રાંતિ શરૂ કરી હતી. વિધવાનું મૂંડન કરવાની પ્રથા, બાળલગ્નોનો વિરોધ તથા વિધવા વિવાહને પ્રોત્સાહન આપવાનું તે જમાનાનું ક્રાંતિકારી કાર્ય તેણીએ કર્યું હતું, અને આદિકવયિત્રી તરીકે જીવન વિતાવ્યું. પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પ્લેગના દર્દીઓની સેવા કરતી વખતે તેણીને પણ પ્લેગ થઈ જતા તેણીનું ૧૮૯૭ ના નિધન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh