Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ કે નવ જૂને શપથવિધિની તૈયારી
નવી દિલ્હી તા. પઃ લોકસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના સાંસદોને આવતીકાલે દિલ્હી બોલાવાયા છે, તો બીજી તરફ આઠ કે નવ જૂને મોદી સરકારની શપથવિધિ યોજાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના જીતેલા સાંસદને દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ સાંસદને આવતીકાલે સાંજ સુધી તમામ સાંસદ દિલ્હી પહોંચી જશે. જેમાં ગુરુવારે ગુજરાતના સાંસદોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે તથા ૮ કે ૯ જૂને પીએમ મોદીનો શપથ વિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ૯ તારીખ સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદને આદેશ અપાયો છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને બહુમતી મળી છે, અને એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૮ કે ૯ જૂને થઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ ભવનનું સર્કિટ-૧ બુધવાર (પ જૂન) થી ૯ જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરવામાં આવશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial