Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવો પુલ બનવવા કરોડો રૂપિયા ફાળવ્યા છતાં તંત્રના પાપે
ખંભાળિયા તા. પઃ ખંભાળિયા શહેરમાં સવાસો વર્ષ જુનો અડીખમ મનાતો કેનેડી બ્રીજ જે ઘી નદી પર આવેલો તે જર્જરીત હોય તથા બાંધકામને આટલા વર્ષો થયા હોય, સિમેન્ટ તથા લોખંડ વગરના આ પુલને ચાલવા તથા વાહનો માટે જોખમી જાહેર થતાં જિલ્લા તંત્રના આદેશથી આ પુલ બંધ કરીને પાલિકા દ્વારા નદીમાં ડ્રાયવર્ઝન કાઢવામાં આવેલું તથા ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ગ્રાન્ટ કરોડોની ફાળવીને આધુનિક પુલ મંજુર કર્યો પણ મંજુરીના છ માસથી વધુ સમય થવા છતાં નક્શા પ્લાન તંત્રએ ના બનાવતા તથા ટેન્ડરીંગ પ્રક્રિયા ના થતા રસ્તાનું કામ ના થતા તથા પુલ જર્જરીત જોખમી હોય, ઘી ડેમ છલકાય ત્યારે નદીનું પાણી ડ્રાયવર્ઝનના રસ્તા પર ફરી વળતું હોય, આ ચોમાસામાં પણ ખંભાળિયાથી પોરબંદર, ભાણવડ તથા અનેક સોસાયટીઓમાં જતો આ રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ થતાં લોકોને પાંચ કિ.મી. ફરીને જવું પડશે.
છ-છ માસથી મંજુર પુલનું પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા કાર્યવાહી ના કરતા હજુ ટેન્ડરીંગ પ્રક્રિયા ના થતા લોકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાવેલ છે તથા સરકારી તંત્રની ઢીલી કામગીરી ભારે ટીકાપાત્ર બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial