Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વધુ પાંચ સ્કૂલ, પાંચ ટ્યૂશન ક્લાસ, સાત હોસ્પિટલને સીલ

બીયુ, ફાયર એનઓસીના મુદ્દે

જામનગર તા. પઃ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનની દુઃખદ ઘટના પછી રાજ્યભરમાં બીયુ અને ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તા. ૩ના બપોરથી તા. ૪ ના બપોર સુધીના જામનગરમાં વધુ ર૦ મિલકતો સીલ કરવામાં આવી છે.

રાજકોટના અગ્નિ અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા પછી સફાળી જાગેલી સરકારે તાબડતોબ કાર્યવાહીના આદેશ આપ્યા હતાં. જામનગરમાં પણ મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીની સૂચનાથી સીટી ઈજનેર ભાવેશ જાનીની રાહબારી હેઠળ ખાસ ટીમ બનાવાઈ હતી. જેના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તા. ૩-૬-ર૪ ના બપોરથી તા. ૪ ના બપોર સુધીમાં ૩ રેસ્ટોરન્ટ, પાંચ સ્કૂલ, પાંચ ટયુશન કલાસ સાતે હોસ્પિટલ (૫ાર્ટલી), ૩ર-હોટલ, રેસ્ટોરન્ટ, મળી કુલ ૧૬૯ મિલકતો સીલ કરવામાં આવી છે.

જે સાત હોસ્પિટલ પાર્ટલી સીલ કરવામાં આવી છે તેમાં ડોડીયા હોસ્પિટલ (૬પ- દિ.પ્લોટ), આયુષ હોસ્પિટલ (જોલી બંગલા), શ્રદ્ધા હોસ્પિટલ, અવધ હોસ્પિટલ, જાનકી હોસ્પિટલ, ડો. પૂનાતર હોસ્પિટલ અને વિકલ્પ હોસ્પિટલ (સુમેર કલબ રોડ)નો સમાવેશ થાય છે.

પાંચ સ્કૂલમાં રેઈનબો પ્રિ-સ્કૂલ, (સત્યમ કોલોની), લીટલ સ્ટાર પ્રિ-સ્કૂલ (મોહનનગર), હમ્ટી-ડમ્ટી પ્રિ-સ્કૂલ (સમર્પણ સર્કલ) શિક્ષા પ્રિ-સ્કૂલ, (ગ્રીન સિટી) અને હેલો બચપન પ્રિ-સ્કૂલ, પાંચ ટયુશન કલાસીસમાં ભેડા કલાસીસ (શેઠ ફળી), પીએમ સોઢા (ગોકુલનગર), જ્ઞાન મંદિર (ગોકુલનગર), આલ્મા એકેડમી (ગોકુલનગર) શિવ કોમ્પ્યુટર સેન્ટર (ગોકુલનગર) જ્યારે ત્રણ હોટલ-રેસ્ટોરન્ટમાં દેશી ભાણું (મહાકાળી સર્કલ), ધ ટેસ્ટ ટાઉન (હરિયા કોલેજ રોડ) અને હરિયા કોલેજ માર્ગે આવેલ ઢોસા હાઉસનો સમાવેશ થાય છે. આ તમામને સીલ મારી જરૂરી પૂર્તતા કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh