Advertisement
Author: નોબત સમાચાર

વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદઃ જલભરાવ થતા વેપારીઓ મુશ્કેલીમાં

વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

અમદાવાદ તા. પઃ આજે દિ. ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે અને વલસાડ તથા નવસારીમાં કમોસમી વરસાદના વાવડ છે.

આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી છે. જેમાં નપાની પ્રિ-મોન્સુન કામગીરીની વરસાદે પોલ ખોલી છે. ત્યારે થોડા જ વરસાદમાં દુકાનોની બહાર પાણી ભરાયા છે. તેમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે તથા દુકાનદારોએ જાતે જ પાણીને દુકાનમાંથી બહાર કાઢયું છે.

વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. ખેડૂતો અત્યારે પોતાનો કેરીનો પાક લેવામાં વ્યસ્ત છે. આ વચ્ચે વરસાદ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી છે. જો કે ઘણાં સમયથી રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી હતી. જેના કારણે કે ઘણાં લોકો બીમાર પણ થઈ રહ્યા હતાં. તેથી વરસાદ થતા વલસાડના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh