Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી

અડધા ડિગ્રીના વધારા માટે

જામનગર તા. ૫: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં અડધા ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન અડધા ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને આંશિક વધીને લઘુત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી.

નગરમાં પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૦થી ૨૫ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૪ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh