Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વાલી-વારસની શરૂ કરી શોધખોળઃ
જામનગર તા. પઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અર્ધબેભાન અવસ્થામાં મળી આવેલા અજાણ્યા પુરૂષનું બીમારીના કારણે સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે તેને મૃતદેહ કોલ્ડરૂમમાં રાખી તેના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.
આશરે ૩પ વર્ષનો અજાણ્યો પુરૂષ જી.જી.હોસ્પિટલમાં રેડીયોલોજી વિભાગ પાસેથી અર્ધબેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કિડનીની બીમારી હતી અને સારવારમાં તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવાને આછા કેસરી કલરનું ટી-શર્ટ અને બ્લુ ટ્રેક પહેરેલ છે.
હાલ તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે અને પોલીસ તેના વાલી-વારસને શોધી રહી છે.
જો કોઈ આ મૃતકને ઓળખતું હોય તો પોસઈ આર.પી.અંસારી (૯૭ર૭૦ ૭૯૯૮પ) નો સંપર્ક સાધવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial