Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુસુફ પઠાણે પં.બંગાળના દિગ્ગજ અધિર રંજન ચૌધરીને હરાવ્યા
નવી દિલ્હી તા. પઃ લોકસભાની ચૂંટણીમાં જીતીને ૧૭ જેટલા મુસ્લિમ બિરાદરો સાંસદ બન્યા જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે.
ટીએમસી ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ઓછામાં ઓછા ૧૭ મુસ્લિમ ઉમેદવારોએ દેશભરમાં લોકસભાની બેઠકો જીતી છે. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને તેમના ગઢ બહેરામપુરમાં હરાવ્યા હતાં.
આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કુલ ૭૮ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જે ગત ચૂંટણી કરતાં ઘણી ઓછી છે, જ્યારે વિવિધ પક્ષોએ ૧૧પ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. સહારનપુરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ ૬૪,પ૪ર મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે કૈરાનામાંથી ર૯ વર્ષીય સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઈકરા હસન ચૌધરીએ ભાજપના પ્રદીપ કુમાર પર ૬૯.૧૧૬ મતોથી જીત મેળવી હતી. ગાઝીપુરના આઉટગોઈંગ સાંસદ અફઝલ અન્સારીએ ફરી એકવાર પ.૩ લાખ મતો મેળવીને સીટ જીતી હતી.
એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ તેમના નજીકના હરીફ ભાજપ ના માધવી લતા કોમ્પેલાને ૩,૩૮,૦૮૭ મતોના માર્જિનથી જીતીને હૈદરાબાદ બેઠક જાળવી રાખી.
લદ્દાખમાં, અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફ ર૭,૮૬ર મતોના માર્જિનથી જીત્યા, જ્યારે અન્ય એક અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખે જમ્મુ અને કાશ્મીરની બારામુલા બેઠક પર ૪.૭ લાખ મતો મેળવીને જીત મેળવી.
ઉત્તર પ્રદેશમાં, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાએ ૪,૮૧,પ૦૩ મતો મેળવીને રામપુર બેઠક જીતી હતી., જ્યારે ઝિયા ઉર રહેમાન ૧.ર લાખ મતોના માર્જિનથી સંભલ જીત્યા હતાં. નેશનલ કોન્ફરન્સના મિયા અલ્તાફ અહેમદે જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતી સામે ર,૮૧,૭૯૪ મતોથી જીત મેળવી હતી. શ્રીનગરમાં, એનસી ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીએ ભાજપના જુગલ કિશોર શર્માને ૧.૮૦ લાખ મતોના માર્જિનથી હરાવ્યા.
પ્રથમ વખતના દાવેદાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી લોકસભામાં કોંગ્રેસના નેતા અને છ વખતના સાંસદ અધીર રંજન ચૌધરીને ૮પ,૦રર મતોથી હરાવ્યા હતાં, તો બિહારમાં કોંગ્રેસના મોહમ્મદ જાવેદે કિશનગંજ બેઠક પરથી જેડીયુના મુજાહિદ આલમને પ૦ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. કટિહારમાં તારિક અનવરે જેડીયુના દુલાલ ચંદ્ર ગોસ્વામીને ૪૯ હજારથી વધુ મતોથી હરાવ્યા હતાં.
આસામના ધુબરીમાં, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વડા મોહમ્મદ બદરુદ્દીન અજમલે કોંગ્રેસને રકીબુલ હૂસૈનને ૧૦ લાખથી વધુ મતોના વિશાળ માર્જિનથી હરાવીને સંસદની ટિકિટ મેળવી. પશ્ચિમ બંગાળની જાંગીપુર સીટ પર ટીએમસીના ખલીલુર રહેમાને કોંગ્રેસના મુર્તઝા હુસૈન બકુલને ૧ લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતાં. ટીએમસીના અબુ તાહિર ખાને મુર્શિદાબાદમાં સીપીએમના મોહમ્મદ સલીમને ૧ લાખથી વધુ મતોથી હરાવ્યા હતાં. ઉલુબેરિયામાં ટીએમસીના સજદા અહેમદે ભાજપના અરૂણોદય પોલ ચૌધરીને ર લાખથી વધુ મતોથી હરાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial