Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેમ્પો પણ જપ્તઃ એનિમલ કેર ગ્રુપની ફરિયાદ પછી
ખંભાળિયા તા. ૫: એનિમલ કેર ગ્રુ૫ની ફરિયાદના પગલે ખંભાળિયાના પોરબંદર હાઈવે પરથી નાનકડા ટેમ્પામાં પાંચ પશુને ક્રુરતાપૂર્વક લઈ જતા બે શખ્સો પકડાયા છે અને ગુન્હો નોંધાયો છે.
ખંભાળિયામાં પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે જેત૫ુર નવાગઢના બે શખ્સો બોલેરો પીકઅપ જેવા નાનકડા વાહનમાં ચાર નાના પાડા તથા એક પાડી એમ પાંચ પશુને ટૂંકા તેટડાથી ક્રુરતાપૂર્વક લઈ જતાં હોય તથા ઘાસચારો, પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતા હોય એનિમલ કેર ગ્રુપને જાણ થતાં ખંભાળિયા પોલીસને આ ગ્રુપના દેસુરભાઈ છાયાએ જાણ કરતા પોલીસે ટેમ્પો તથા બે શખ્સોને પકડી પાડ્યા હતા તથા પશુઓને છોડાવીને ગૌશાળામાં મોકલવા વ્યવસ્થા કરી હતી.
બનાવ અંગે દેશુરભાઈ ગગુભાઈ દ્વારા સોહીલ અમીન લાખાણી તથા ઈમાન યુસુફ અંસારી સામે પશુઓ પ્રત્યે ક્રુરતાના અધિનિયમ ૧૧ની વિવિધ કલમો તથા એનિમલ એક્ટ ૧૯૬૦ની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે તથા જમાદાર રાજા જીવા હુણ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
આ બંને શખ્સોએ પાડી તથા બચ્ચાઓને ખંભાળિયા તાલુકાના બેરાજા ગામેથી અલગ અલગ વ્યક્તિ પાસેથી ખરીદીને જુનાગઢ સક્કરબાગમાં આપવા જતાં હોવાનું જણાવ્યું હતું તે જીવોને એનિમલ કેર સંસ્થાએ છોડાવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial