Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ મતદાનના ૬ઠ્ઠા ભાગથી ઓછા મતો મળતા
અમદાવાદ તા. પઃ ડિપોઝિટ પરત મેળવવા કુલ મતદાનના છઠ્ઠા ભાગથી ઓછા મેળવનાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ર૧પ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ર૬૬ ઉમેદવાર પૈકી ર૧પ ઉમેદવારોને ડિપોઝિટ પરત મળે એટલા ય મત મળ્યા નથી. આ તમામ ઉમેદવારોએ ભરેલી ડિપોઝિટ જપ્ત થઈ જશે. સૌથી વધુ અમદાવાદ પૂર્વની બેઠકમાં ઉમેદવારી નોંધાવનાર ૧૬ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. ડિપોઝિટ પરત મેળવવા ઉમેદવારે કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત પ્રાપ્ત કરવા અનિવાર્ય હોય છે.
જો કે, ડિપોઝિટ ગુમાવનાર ઉમેદવારોની સંખ્યા ગત્ ચૂંટણી કરતા ઘણી ઓછી નોંધાઈ છે. કારણ કે, ગત્ ચૂંટણીની સરખામણીએ આ વખતે ઉમેદવારોની સંખ્યા પણ ઓછી નોંધાઈ હતી. સામાન્ય કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ રકમ રૂ. રપ,૦૦૦ અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ રૂ. ૧ર,પ૦૦ હોય છે.
આ પહેલા લોકસભા ર૦૧૪ માં ૩૧૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડી હતી. આ વખતે રપ બેઠકો પૈકી ર૪ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે અને ભરૂચમાં ભાજપ સામે આપના ઉમેદવારની ટક્કર હતી, તેથી રપ બેઠકમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલા ઉમેદવાર મળી પ૦ ઉમેદવારોના મત ડિપોઝિટ પરત મેળવવાના દાયરામાં આવ્યા છે. એ સિવાયના ર૧પ ઉમેદવારોએ કુલ મતદાનના ૧૦ ટકા પણ મત પ્રાપ્ત કર્યા ન હોવાથી તેમની ડિપોઝિટ જપ્ત થશે.
વિવિધ બેઠક મુજબ કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે એ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ અમદાવાદ પૂર્વની બેઠકમાં ૧૬ ઉમેદવાર, નવસારીમાં ૧ર, વડોદરામાં ૧ર, ગાંધનગરમાં ૧ર, પંચમહાલમાં ૬, છોટા ઉદેપુરમાં ૪, રાજકોટમાં ૭, બનાસકાંઠામાં ૧૦, ખેડામાં ૧૦, વલસાડમાં પ, ભરૂચમાં ૧૧, ભાવનગરમાં ૧૧, અમદાવાદ પશ્ચિમમાં ૪, કચ્છમાં ૯, મહેસાણામાં ૪, સુરેન્દ્રનગરમાં ૧ર સાબરકાંઠામાં ૧ર, જામનગરમાં ૧ર, પોરબંદરમાં ૧૦, બારડોલીમાં ૧, અમરેલીમાં ૬, આણંદમાં પ, પાટણમાં ૮, જૂનાગઢમાં ૯ અને દાહોદ બેઠકમાં ૭ ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial