Advertisement
Author: નોબત સમાચાર

પૂનમબેન માડમે સૌનો આભાર માની પૂરી નિષ્ઠાથી લોકસેવાની આપી ખાતરી

રાજકોટ અગ્નિકાંડના સંદર્ભે વિજય સરઘસ-સભા યોજવાનું ટાળ્યું:

રાજકોટના અગ્નિકાંડની દુર્ઘટનાના કારણે ગુજરાત પ્રદેશ ભાજપની ભાજપના વિજયને સાદાઈથી મનાવવાની સૂચના મુજબ જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિજેતા જાહેર કરાયા પછી વિજય સરઘસ કે સભા યોજાયા ન હતાં. ઢોલ-નગારા, ડીજે, અબીલ ગુલાલને પણ દૂર રાખી વિજયને સાદાઈથી મનાવ્યો હતો, જો કે કેટલાક ઉત્સાહી કાર્યકરોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા થોડીવાર લગાવ્યા હતાં. હરિયા કોલેજના મતગણતરી કેન્દ્ર પર પૂનમબેન આવ્યા અને મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી હાજર રહ્યા હતાં. ત્યાં વિજેતા જાહેર થયા પછી હાજર પત્રકારો સમક્ષ હાલારના તમામ મતદારો, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, ભાજપના ચૂંટાયેલા આગેવાનો, કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે હાલારની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને પુનઃ વિશ્વાસ મૂક્યો છે. સંસદસભ્ય તરીકેની જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરીશ અને છેવાડાના આપણા હાલારને વધુને વધુ લોકોપયોગી સુવિધાજનક વિકાસ કામોની ભેટ મળે તેવા પ્રયાસો કરવાની તેમણે ખાતરી આપી હતી. રાજકોટની ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલશોજી પાઠવી હતી તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh