Advertisement
Author: નોબત સમાચાર

મતગણતરી દરમિયાન ભોજનમાં બગડેલું શાક પીરસાતા દોડધામ

જામનગરની હરિયા કોલેજમાં યોજાયેલી

લોકસભાની જામનગર બેઠકની મગણતરી હરિયા કોલેજમાં યોજાઈ હતી. જ્યાં દર વખતની જેમ સરકારી સ્ટાફ, પત્રકારો, કાઉટીંગ એજન્ટો, પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બપોરે ૧ર વાગ્યા આસપાસ 'હાલો જમવા'ની હાકલ થતાં પ્રારંભમાં દોઢસો જેટલા સરકારી સ્ટાફે ભોજન લીધું.. પણ ત્યારપછી પત્રકારો, માહિતી વિભાગના કર્મચારીઓ સહિતના લોકોએ પ્લેટમાં વાનગીઓ લઈને જમવાનું શરૃં કર્યું ત્યાં જ શાક બગડેલું છે, કોઈ ખાતા નહીં તો દેકારો બોલી જતા દોડધામ મચી ગઈ હતી. સરકારના ફૂડ વિભાગના અધિકારી આવ્યા અને તેમણે શાક તથા અન્ય વાનગીઓ ચેક કરી.. અને તેમણે પણ કબુલ કર્યું કે શાક સાવ બગડી ગયું છે. કેટરીંગવાળાઓએ બુફેના ટેબલો ઉપરથી તરત જ શાકના બાઉલ હટાવી લીધા અને બગડેલા શાકના તપેલાઓને દૂર રાખી દીધા હતાં. સદ્દનસીબે જે દોઢસો લોકોએ ઉચ્ચ અધિકારીઓના ઠપકોની બીકે કાંઈપણ ફરિયાદ કર્યા વગર આ બગડેલા શાકને આરોગી લીધું હતું તેમની તબીયતમાં કોઈ ગરબડ થઈ નહીં... જો કે ઉનાળાની સખત ગરમીમાં સવારે જ શાક બનાવી લીધું હોય લાંબો સમય તડકામાં રહેવાના કારણે શાક બગડી ગયું હોવાનું જણાવાયું હતું. મતગણતરી કેન્દ્ર પર હાજર રહેલા અધિકારીઓ તથા અન્ય લોકોને ભોજનમાં શાક વગર ચલાવી લેવું પડ્યું હતું!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh