Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ચૂંટણી પરિણામો પછી પછડાયું હતું
મુંબઈ તા. પઃ ગઈકાલે ચૂંટણી પરિણામો પછી ધડામ દઈને પછડાયા પછી આજે શેરબજાર રિકવરી મોડ જણાય છે. બપોરે સેન્સેકસ ૧૭૭ર પોઈન્ટ ઉછળ્યો હતો પરંતુ બેન્કિંગ પીએસયુ શેરોમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પરિણામોએ એકઝિટ પોલ અને રોકાણકારોની આશાઓ પર પાણી ફેરી વળતાં શેરબજારમાં ગઈકાલે ૪૩૦૦ પોઈન્ટના કડાકા બાદ આજે સેન્સેકસ ૯૪૮ પોઈન્ટ ઉછાળા સાથે ૭૩૦ર૭.૮૮ ની સપાટીએ ખૂલ્યો હતો. જે નીચામાં ૧૯૯.૬૧ પોઈન્ટ તૂટી ૭૧૮૭૯.૪૪ થયો હતો. ૧૧ વાગ્યે ૧૦૬૭.ર૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૧૪૬.૩૪ પર ટ્રેડ થઈ રહ્યો છે.
આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં સેન્સેકસ ૧૭૭ર પોઈન્ટ ઉછળી ૭૩૮પ૧.૦૯ના ઈન્ટ્રા ડે હાઈ લેવલે પહોંચ્યો છે. ૧ર.૧પ વાગ્યે સેન્સેકસ ૧૪૪૧.૩૭ પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી પણ ૪૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે રરપ૦૦ નજીક પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડી ૭.૪૮ લાખ કરોડ વધી છે.
નિફળીએ પણ રર૦૦૦ ના અપ લેવલે ખૂલ્યા બાદ વધી રર૧૩૧.૬૦ થયા બાદ ૧ર.૧પ વાગ્યે ૪ર૮.૩પ પોઈન્ટ ઉછાળા સો રર૩૧ર.૮પ પર કારોબાર થઈ રહ્યો હતો. નિફટી-પ૦ ના સ્ટોકસ સુધારા તરફી અને પ સ્ટોકસ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ માર્કેટ કેપ ૪૦ર.૩૪ લાખ કરોડ થયું હતું.
બીએસઈમાં આજે ૪૪૮ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી, જ્યારે ૯૦ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. ૮૮ શેર્સ વર્ષની ટોચે અને ૯પ શેર્સ વર્ષના તળિયે પહોંચવાની સાથે કુલ ટ્રેડેડ ૩૬પ૦ શેર્સમાંથી ૧૬પ૮ શેર્સ સુધારા તરફી અને ૧૮પ૩ શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં.
એનડીએ સરકારનો ૪૦૦ પારનો ટાર્ગેટ ૩૦૦ બેઠક પણ લાવવામાં નિષ્ફળ રહેતા બીએસઈ પીએસયુ ઈન્ડેકસ ૩ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એન્જિનિયર્સ ઈન્ડિયા, બીડીએલ, કોચીન શિપયાર્ડ, એનબીસીસી, હિન્દુસ્તાન એરોનોટિકસ સહિતના શેર્સ પ થી ૧૧ ટકા સુધી તૂટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial