Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગરમાં ન્યુ સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના લગભગ મોટાભાગના બિલ્ડીંગ/ફ્લેટ ખૂબ જ જર્જરીત થઈ ગયા છે. અગાઉ એક એપાર્ટમેન્ટ ધસી ઘડવાની દુર્ઘટના પછી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ન્યુ સાધના કોલોનીના જર્જરીત ફ્લેટના રહેવાસીઓને મકાનો ખાલી કરવા સૂચના/નોટીસો આપી હતી, પણ ત્યારપછી પણ રહેવાસીઓએ ફ્લેટ ખાલી કર્યા નથી. આથી આજરોજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા હાઉસીંગ બોર્ડના સ્ટાફે ન્યુ સાધના કોલોનીમાં જઈને હાલ જે બે એપાર્ટમેન્ટ/ફ્લેટ અત્યંત જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવું જોખમ હોય, તેવા ર૪ ફ્લેટમાં રહેતા લોકોને તાકીદે ખાલી કરી દેવા અંતિમ સૂચના આપી હતી.
આ સમયે રહેવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓએ દેકારો બોલાવી તાબડતોળ કેવી રીતે ખાલી કરી શકીએ તેમ જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. રહેવાસીઓને અગાઉની નોટીસોમાં અન્યત્ર પોતાની રીતે સ્થળાંતરીત થઈ જવા જણાવ્યું હતું. હવે આજે આ રહેવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી પણ કરી હતી, પરંતુ સત્તાવાળાઓએ તે બાબતમાં કોઈ જવાબ આપ્યો ન હતો. આથી રહેવાસીઓ તાબડતોબ ફ્લેટ ખાલી કરી ક્યાં જવું તેવી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.
ચોમાસામાં ભારે વરસાદ કે ભારે પવનના કારણે આ જર્જરીત મકાનોમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાય શકે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે રહેવાસીઓને વાસ્તવિક પરિસ્થિતિ સમજીને વહેલાસર ખાલી કરી આપવા જણાવાયું છે.
જો કે આમ તો ન્યુ સાધના કોલોનીની તમામ ઈમારતો ખખડી ગઈ છે, પણ હાલ તો જે બે એપાર્ટમેન્ટ અત્યંત જર્જરીત થયા છે તેને ખાલી કરાવવા તંત્રએ કડક કવાયત હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial