Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના જોગવડમાં રહેતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

કામધંધા બાબતે માતાએ ઠપકો આપતા

જામનગર તા. પઃ લાલપુરમાં જોગવડમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. માતાએ કામ-ધંધા બાબતે ઠપકો આપતા આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના રાણશીપ વિસ્તારમાં રહેતા હરેશ ઉર્ફે ઘેલીયો જીવાભાઈ નકુમ (ઉ.વ.ર૩)એ ગઈકાલ તા. ૪ ના સવારે ઝાડમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તેના પિતા જીવાભાઈ દેવાભાઈ નકુમએ પોલીસમાં જાણ કરી હતી અને એવું કારણ જાહેર કરાયું હતું કે કામ ધંધા બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગી જવાથી તેણે આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh