Advertisement
Author: નોબત સમાચાર

સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારકાધીશના દર્શને

જામનગર લોકસભા બેઠક પર વિજેતા થયા પછી

દ્વારકા તા. પઃ હાલારની દીકરી તરીકે જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલા પૂનમબેન માડમ મતગણતરી પૂૃણ થયા પછી સીધા દ્વારકા આવ્યા હતાં અને દ્વારકાધીશ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતાં. આ ઉપરાંત શારદાપીઠમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીને વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતાં. જગત મંદિરના પૂજારીએ શ્રીજીનું ઉપરણું પહેરાવી પૂનમબેનને આશીર્વાદ આપ્યા હતાં. મંદિરના પરિસરમાં ગુગળી બ્રાહ્મણોએ પણ પૂનમબેનને આશીર્વાદ આપ્યા હતાં. જ્યારે પ્રવેશ દ્વાર પાસે ધારાસભ્ય પબુભા માણેક, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લુણાભા સુભણિયા, શહેર યુવા ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લો માલધારી સેલના પ્રમુખ ધનાભાઈ રબારી વગેરેએ પૂનમબેન માડમનું સન્માન કરી અભિનંદન આપ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલારની સાતેય વિધાનસભા બેઠકમાંથી દ્વારકા વિધાનસભા વિસ્તારમાં પૂનમબેન માડમને સર્વાધિક ૬૦,૪૦૪ મતોની જંગી સરસાઈ મળી છે જે માટે ધારાસભ્ય પબુભા માણેક, ભાજપ સંગઠન, વિવિધ સમાજોની જહેમત તેમજ સાંસદ પૂનમબેન માડમની વિકાસ અંગેની જાગરૂક્તા તથા કાર્યો, તેમની લોકપ્રિયતાના કારણે મતદારોએ જંગી સરસાઈ આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh