Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિલભાઈએ સૂચન કરતા મૂળુભાઈએ ખાસ કિસ્સામાં મેળવી મંજૂરી
ખંભાળીયા તા. પઃ ખંભાળીયા શહેરમાં તેલી તથા ઘી નદીની ગંદા પાણીની સમસ્યા માટે સરકારે ફાળવાયેલા કરોડોનું કાર્ય ગતિમાં હોવાનું જાણવા મળે છે.
ખંભાળીયા શહેરની મહત્ત્વની ઘી નદી તથા તેલી નદીમાં પ્રદૂષિત પાણી ભળતા ગાંડીવેલનો પ્રશ્ન તથા ગંદકી, મચ્છરો તથા જીવજંતુઓના ઉપદ્રવ થતાં હોય ખંભાળીયા ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી ર૪ કરોડ ઉપરાંતની રકમ ખાસ કિસ્સામાં મંજૂર થતાં ખંભાળીયા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા કાર્યવાહી પૂર્ણ કરતા આચારસંહિતા ઉઠે કે તુરત જ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તેલી નદી પાસે મહાપ્રભુજી બેઠક તથા સ્ટેશન રોડ અને રામનાથ તથા ખામનાથ વિસ્તારમાં ગંદકી તથા ગાંડીવેલ અંગે ખંભાળીયાના વતની તથા સાંસદ પરિમલભાઈ નથવાણીએ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાનું ધ્યાન દોરતા તેમણે ખાસ કિસ્સામાં કરોડો રૂપિયા મંજૂર કરાવેલા હતા જેથી આ કામ ટૂંક સમયમાં શરૂ થતાં ગંદકીનો મોટો પ્રશ્ન હલ થશે. મહાપ્રભુજી બેઠક, ખામનાથ તથા રામનાથ ખંભાળીયાના ફરવા લાયક તથા હિન્દુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે જ્યાં નદીઓમાં વ્યાક ગંદકી થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial