Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લઘુ-ગુરૂ શિબિરો તથા જૂથચર્ચાઓ યોજીને
ખંભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં કુલ ૩૮૦૦ કરતા વધારે લોકોને વ્યસનથી થતાં નુકસાન અંગેની સમજ આપી વ્યસનમુક્તિ માટે માર્ગદર્શિકા કરાયા હતાં.
વિશ્વ તમાકુ નિષેધ દિન તા. ૩૧ મે ના વિશ્વ સ્તરે ઉજવવામાં આવે છે. ૩૧ મે-વિશ્વ નિષેધ દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ આરોગ્ય ફેસીલેટી પર લઘુ શિબિર, ગુરુ શિબિર, જુથ ચર્ચા વગેરેનું આયોજન કરી વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૮ર૯ લોકોને તમાકુ વ્યસનથી થતાં નુકસાન, બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉકત તમામ લોકોને તમાકુ વ્યસન છોડવા સમજણ આપી વ્યસન મુક્ત થવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અને તાલુકાના અધિકારી-કર્મચારી દ્વારા તમામ આઈટીઆઈમાં વિદ્યાર્થીઓનો સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી દૂર રહેવા અને તેમના સંપર્કમાં આવતા લોકોને પણ દૂર રાખવા પ્રેરિત કર્યા હતાં. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-ર૦૦૩ અન્વયે રેડ કરવામાં આવી હતી. જેમાં કલમ-૪ મુજબ જાહેરમાં ધુમ્રપાન કરતા કુલ-૧પ કેસ મુજબ રૂ. ર૩પ૦ દંડ કરી સમજાવવામાં આવ્યા હતાં. ઉપરાંત તમાકુ વેચાણ થતી દુકાનો પર ૧૮ વર્ષથી નાની વ્યક્તિને તમાકુ વેચાણ દંડનીય ગુનો છે એવું બોર્ડ લગાવવામાં આવેલ ના હતી તેવી દુકાનોમાં કોટ્પાના-ર૦૦૩ ની કલમ-૬ માં ૩૩ કેસ મુજબ રૂ. ૪૧૦૦ દંડ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય કલમમાં કુલ ૩ કેસમાં રૂ. ૭૦૦ એમ મળી કુલ પ્ક્ષ કેસ થકી કુલ રૂ. ૭૧પ૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial