Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નૃસિંહ, વામન, રામ જન્મોત્સવ, નંદભૈયોની ઉજવણી
રાવલ તા. પઃ રાવલમાં ગામસમસ્તની સામૂહિક શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હજારો ભાવિકો ઉમટી રહ્યા છે, અને આખુ રાવલનગર ભક્તિમય બન્યું છે.
રાવલમાં ગામસમસ્તના સહયોગથી ગણપતિ ગૌશાળા, ગ્રુપ તથા ગ્રામજનો દ્વારા તા. ૩૦ મી મે ના શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપદેથી શ્રી રાજુભાઈ ગોર (લ્હેરૂ) સંગીતમય કથા કરી રહ્યા છે અને પોતાની રસાળ શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કથાની સાથે દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાય છે, અને દરરોજ બપોરે મહાપ્રસાદનો લાભ પણ ભાવિકો લઈ રહ્યા છે. આ આયોજન માટે અઢોરેય વર્ણના લોકો પોથીપૂજન કરી પિતૃઓને જલતર્પણ કરી રહ્યા છે. પહેલા દિવસે, ગણપતિ સ્થાપના, દેવતાઓનું આહ્વાન, પોથીયાત્રા પછી બીજી જૂને નૃસિંહ પ્રાગટ્ય, ત્રીજી જૂને રામ જન્મોત્સવ, વામન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ (નંદભૈયો) વિગેરે પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતાં.
હવે આજે શ્રી ઋક્ષમણી વિવાહ ઉજવાશે અને આવતીકાલે તા. ૬ઠ્ઠી જૂને પુર્ણાહૂતિ થશે. તા. ૭ મી જૂને સવારે ૯ વાગ્યાથી દશાંસ યજ્ઞ યોજાશે. સમૂહ પિતૃ મોક્ષાર્થે યોજાયેલ આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના કારણે આખા નગરમાં ભક્તિમય માહોલ છવાયો છે. દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી કથાશ્રવણનો લાભ ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial