Advertisement
Author: નોબત સમાચાર

અસીલનો કેસ લેવા પ્રશ્ને અમદાવાદના વકીલ પર જામનગરમાં કરાયો હુમલો

મેઘપરમાં બે યુવાન પર ટોળાએ છરાથી કર્યાે હલ્લોઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરમાં શનિવારની સવારે અમદાવાદના એક વકીલ પર અમારા અસીલનો કેસ કેમ લીધો તેમ કહી એક એડવોકેટ સહિત બે વ્યક્તિએ હુમલો કર્યાે હતો. જ્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ગઈરાત્રે મેઘપર પાસે બે યુવાન પર ટોળાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને દાંત પાડી નાખ્યા હતા.

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ઓગણજમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા હરિભાઈ જોઈતાભાઈ પટેલ નામના એડવોકેટ ગઈ તા.૨૧ના દિને પોતાના અસીલના એક કેસના મામલે જામનગર આવ્યા હતા.

તેઓ જ્યારે રાત્રિના સમયે લાલબંગલા સામે પૂતળા પાસે ઊભા હતા ત્યારે ત્યાં આવેલા ચુડાસમા નામના એડવોકેટ તથા એક અજાણ્યા શખ્સે તેઓને અમારા અસીલના કેસ કેમ લ્યો છો એમ કહીને બોલાચાલી શરૃ કરી હતી. આ વેળાએ હરિભાઈએ તમારા અસીલ મને વકીલ તરીકે રોકવા માટે મારી પાસે આવ્યા હતા તેથી મેં તેમનો કેસ લીધો છે તેમ કહેતા ઉશ્કેરાયેલા એડવોકેટ ચુડાસમા તથા અજાણ્યા શખ્સે હરીભાઈને ફડાકો ઝીંકી ઝપાઝપી કરવા ઉપરાંત ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર ગામ નજીક રહેતા મૂળ પંજાબના ગુરૃદાસપુર જિલ્લાના વતની જતીન્દરસિંગ લખવીન્દરસિંગ ઉર્ફે હેપી નામના યુવાન પર ગઈરાત્રે નશાંતસિંગ રસગીલ, હેપી ઉર્ફે હરપ્રીતસિંગ, રાજા જાડે તથા અન્ય પાંચથી વધુ લોકોએ છરા વડે હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો.

થોડા દિવસ પહેલાં નિશાંતસિંગે નશો કરવાની બાબતે જતીન્દરસિંગના મિત્ર સાથે બોલાચાલી કરી વ્યવસ્થિત રીતે કામ કરવા કહ્યું હતું તેથી ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી ગઈરાત્રે ઉપરોક્ત ટોળાએ હુમલો કરી નરેન્દ્રસિંગને માથા તથા હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને એક યુવાનના દાંત પાડી નાખ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh