Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકામાં ૧૧૦૮ આહિર સમાજના બાળકો દ્વારા ગીતાજીના શ્લોકનું સમૂહ પઠન

આહિરાણી મહારાસને એક વર્ષ પૂરૃઃ

જામનગર તા. ર૩ઃ દ્વારકામાં ગત્ વર્ષ યોજાયેલ આહિરાણી મહારાસનો એક વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે આહિરસમાજના ૧૧૦૮ બાળકો દ્વારા કંઠસ્થ કરાયેલ ભાગવત ગીતાના ૧ર મા અધ્યાયના શ્લોકના સામૂહિક પઠનનો કાર્યક્રમ યોજાયો હતો.

ગત્ વર્ષ ડિસેમ્બર માસમાં દ્વારકામાં આહિરાણી મહારાસ યોજાયો હતો તેમાં ૩પ હજારથી વધુ ગીતાજીની પુસ્તિકાનું વિતરણ માટે લોકોને ગીતાજીનું વાચન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ મહારાસને એક વર્ષ તા. રર ના પૂર્ણ થતા તે નિમિત્તે ૧૧૦૮ બાળકો દ્વારા ગીતા શ્લોકનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભમાં ગુજરાત ઉપરાંત ગોકુલ, મથુરા, વૃંદાવન તથા દેશ-વિદેશથી આહિર યાદવ કુળના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હાલાર, મહારાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના આહિર સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ, જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.

સમૂહ સૂર્ય નમસ્કાર, ગીતા પઠન, વિશ્વ શાંતિ હેતુ માનવ સાંકળ, ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં અને સફળતાપૂર્વક સંપન્ન થયા હતાં.

પ્રતિવર્ષ કાંઈક નવીનીત્તમ કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર છે, તેમ મુખ્ય આયોજક લીરીબેનએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh