Advertisement
Author: નોબત સમાચાર

ઓખામંડળના એડવોકેટને નોટરી તરીકે નિમણૂક અપાતા અભિનંદન

હિન્દુ ક્ષત્રિય વાઘેર જ્ઞાતિના એડવોકેટ પ્રથમ નોટરી બન્યાઃ

ઓખા તા.૨૩ ઃ ઓખા મંડળના એડવોકેટને નોટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. મંડળના ક્ષત્રિય હિન્દુ વાઘેર જ્ઞાતિના એડવોકેટને પ્રથમ નોટરી તરીકે નિમણૂક મળી છે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ-નવી દિલ્હી દ્વારા ઓખામંડળના એડવોકેટ જયંતભાઈ માણેકની નોટરી તરીકે નિમણૂક કરી છે.

ઓખામંડળના ક્ષત્રિય વાઘેર જ્ઞાતિના વકીલે પ્રથમ વખત નોટરીપદ પ્રાપ્ત કરી સમગ્ર હિન્દુ વાઘેર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

તેમણે આ સિદ્ધિ બદલ અભિનંદન પ્રાપ્ત થયા છે. તેઓ અગાઉ ન્યાયમૂર્તિશ્રીના પદ માટેની લેખિત પરીક્ષા પાસ કરી ચૂક્યા છે.

ગુજરાત હાઈકોર્ટે તેઓને ઓરલ ઈન્ટરવ્યૂ માટે કોલ પણ મોકલ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh