Advertisement
Author: નોબત સમાચાર

લાંચ માંગવા અંગેના આક્ષેપનો સામનો કરતા પોલીસકર્મીના આગોતરા મંજૂર

હાઈકોર્ટે રૃા.૧૫ હજારના જામીન આપવા કર્યાે આદેશઃ

જામનગર તા.૨૩ ઃ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકના એક કર્મચારી સામે લાંચ માંગવા અંગે ગુન્હો નોંધાયા પછી આ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. હાઈકોર્ટમાં તે અરજી કરાતા અદાલતે આરોપીને રૃા.૧૫ હજારના આગોતરા જામીન આપવા હુકમ કર્યાે છે.

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દેવસુરભાઈ વીરાભાઈ સાગઠીયા સામે એક જાગૃત નાગરિકે લાંચની માગણી કર્યાની એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદીનું વાહન ચૂંટણી ફરજમાં મુકાયા પછી તેના બીલને મંજૂર કરાવવા દેવસુર ભાઈએ લાંચ માંગી હતી. તેના પગલે છટકુ ગોઠવાયું હતું. તે છટકુ નિષ્ફળ જતાં દેવસુરભાઈ સામે લાંચની માગણી કર્યાનો ગુન્હો નોંધાયો હતો.

આ આરોપીએ આગોતરા જામીનમુક્ત થવા જામનગર કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી નામંજૂર થતાં હાઈકોર્ટ માં અરજી કરાઈ હતી. તે અરજી અન્વયે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આરોપી પોલીસ તપાસમાં સહયોગ કરે છે, તેઓએ પોતાના અવાજના નમૂના આપવા માટે સંમતિ આપી છે અને નમૂનો આપી પણ દીધો છે. અદાલતે આરોપીના વકીલ કેતન આશર, પ્રતીક જસાણીની દલીલો ગ્રાહ્ય રાખી પોલીસકર્મી દેવસુરભાઈ સાગઠીયાની આગોતરા જામીન અરજી મંજૂર રાખી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh