Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧૦૦ કરોડ ઉપરાંતની છેતરપિંડીનો છે ગુન્હોઃ
જામનગર તા. ર૩ઃ જામનગર સહિત અન્ય શહેરોના રોકાણકારોને ઉંચું વળતર આપવાની લાલચ બતાવી રૃા.૧૦૦ કરોડ ઉપરાંત ની છેતરપિંડી કરનાર ક્રેડીટ બુલ્સ કંપનીના મહિલા ભાગીદાર દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર ઉપરાંત રાજકોટ તેમજ મુંબઈ, કોલકાત્તા, વડોદરા સહિતના શહેરોના રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચ આપી ક્રેડીટ બુલ્સ કંપનીના ભાગીદારોએ રૃા.૧૦૦ કરોડ ઉપરાંતની રકમ ચાઉં કરી લીધાની ફરિયાદ કરાઈ હતી. આ કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશભાઈ સોલાણી, ભાગીદાર ફરઝાના ઈરફાન શેખ, યશ દિનેશ સોલાણી, પંકજ પ્રવીણ વડગામા સામે સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ પેઢીના ધવલ તથા યશ સોલાણી મોરક્કો નાસી ગયા છે તથા ભાગીદાર ફરઝાના શેખ દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી સુપ્રિમ કોર્ટમાં નામંજૂર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ બાબતનું ચાર્જશીટ કરાતા ફરઝાના શેખે જામીનમુક્ત થવા રેગ્યુલર જામીન અરજી જામનગર કોર્ટમાં કરી હતી.
તે અરજી સામે રોકાણ કારોના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એન.આર. જોષીએ ફરઝાના શેખની જામીન અરજી નકારી કાઢી છે. રોકાણકારો તરફથી વકીલ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, કિશોર ભટ્ટ, ભાવિન રાજદેવ, અર્શ કાશમાણી, આદિત્ય ગઢવી, સચિન જોષી, અલ્કા નથવાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial