Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં છવાયું ગાઢ ધૂમ્મસઃ ન્યુનત્તમ ૧ર ડીગ્રી

છેલ્લા ચોવીસ કલાકમાં ભેજનું પ્રમાણ ર૩% વધ્યુંઃ

જામનગર તા. ર૩ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર૩ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધુમ્મસના પગલે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જતા ખાસ કરીને ધોરીમાર્ગો પર વાહનચાલકોને તેમના વાહનની ગતિ ધીમી તથા હેડલાઈટ ચાલુ રાખવાની જરૃર પડી હતી. નભમાં સૂર્યદેવતા ઉદીત થતા ધીમે ધીમે ધુમ્મસનું જોર ઘટી જવા પામ્યું હતું. નગરમાં ખાસ કરીને ગત્ બે દિવસથી ધાબળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધાબળિયા વાતાવરણ વચ્ચે છેલ્લા બે દિવસમાં બે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાયું હતું. રાત્ર તથા વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh