Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાનમાં આપેલી ખાત્રીઓ પોકળ પુરવાર થઈ !
ખંભાળીયા તા. ૨૩ઃ ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારો દ્વારા દિવાળીના તહેવારો પહેલા પાલિકા દ્વારા તેમના જી.પી.એફ. તથા સી.પી.એફ.ના પૈસા જમા ના કરાયા હોય તથા વિવિધ મુદ્દાઓ અંગે ઉપવાસ આંદોલન કર્યું હતું. જે પછી સમાધાન થતાં પારણા થયા હતા તથા સમાધાનની ફોર્મ્યુલા મુજબ ૩૦-૧૧-૨૪ સુધીમાં સફાઈ કામદારોની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લેખીત ખાતરી સમાધાનના નિયત પરફોર્મમાં આપવામાં આવી હતી.
૩૦-૧૧-૨૪ સુધીમાં ખાતરીનો અમલ થવાનો હતો પણ ૨૧-૧૧ થવા છતાં અમલ ના થતાં સફાઈ કામદારોમાં રોષની લાગણી ફેલાઈ છે તથા સમાધાનમાં મધ્યસ્થી બનેલા નેતાઓને રજુઆતો કરવાનો દોર શરૃ થયો છે. તો સખી મંડળો તથા ડોર ટુ ડોરના કચરા કલેકશનમાં સફાઈ કામદારોની નિયુકિતનો પ્રશ્ન પણ ઉકેલાયો નથી.
ખંભાળિયાના સફાઈ કામદાર મંડળના અગ્રણી તથા રાજયના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા નિયત પરફોર્મમાં સમાધાન થયું હોય કાનૂની રીતે પાલિકાએ સમાધાનનું પાલન કરવું ફરજિયાત હોય કાનૂની તથા ફોજદારી રીતે લડતની તૈયારીઓ શરૃ કર્યાનું કહેવાય છે. ત્યારે લોકોમાં ભય છે કે ફરી હડતાલ શરૃ થશે કે શું ? ફરી ખંભાળિયા ગંદા ગંધાતા ગામમાં ફેરવાઈ જશે કે શું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial