Advertisement
Author: નોબત સમાચાર

ગ્રેઈન માર્કેટમાં આવેલી આંગડીયા પેઢીમાં લાખોની લૂંટના ગુન્હામાં આરોપીનો છૂટકારો

૧૦ વર્ષ પહેલાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીમાં દસ વર્ષ પહેલાં લાખો રૃપિયાની લૂંટ થઈ હતી. તે ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં બારદાનવાલા રોડ પર આવેલી પીએમ આંગડીયા નામની પેઢીમાં ગઈ તા.૨૦ જાન્યુઆરી ૨૦૧૪ની બપોરે લૂંટ થઈ હતી. તેના સંચાલક મનોજ પોપટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે શરૃ કરેલી તપાસ દરમિયાન આનંદ પ્રદીપભાઈ વ્યાસ નામના આરોપી અને અન્ય આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા પછી આરોપી આનંદ વ્યાસનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh