Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરપ્રાંતીય શખ્સની શોધખોળઃ
જામનગર તા.૨૩ ઃ જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતીય પરિવારની સાડા તેર વર્ષની વયની પુત્રીનું ગઈ તા.૪ની રાત્રે મધ્યપ્રદેશના વતની શખ્સે અપહરણ કરી લીધાની પોલીસને જાણ કરાઈ છે. પોલીસે તે સગીરા તથા અપહરણકાર શખ્સના સગડ દબાવ્યા છે.
જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ ટુમાં આવેલા એક કારખાનામાં રહી મજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કાલીદેવી તાલુકાના વતની પરિવારની સાડા તેર વર્ષની વયની પુત્રી ગઈ તા.૪ની રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરેથી બેદી સંજોગોમાં લાપતા બની ગઈ હતી.
ત્યારપછી તેણીના પરિવારે શોધખોળ શરૃ કરી હતી. તે દરમિયાન આ તરૃણીનું મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના પાટવડલી ગામનો નાનકો ધુલિયાભાઈ ભાભોર નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની વિગત મળતા આ તરૃણીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે અપહરણનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial