Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણમલ તળાવની પાળેથી સાંસદ પૂનમબેન માડમે ફલેગ ઓફ દ્વારા કરાવ્યો પ્રારંભઃ આઈએનએસ વાલસુરા તથા મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
જામનગરમાં રવિવારે સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડ યોજાઇ હતી. ન્યારા એનજીર્નાં સહયોગથી આયોજીત દોડનો આરંભ તળાવની પાળે રણમલ તળાવ સંકુલથી થયો હતો. વહેલી સવારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ફ્લેગ ઓફ વડે દોડનો આરંભ કરાવ્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, સિટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, સિટી ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઇ, આઇ.એન.એસ. વાલસુરાનાં કમાન્ડિગ ઓફિસર કોમોડોર એ. પૂરનકુમાર સહિતનાં અધિકારીઓ તથા ન્યારા કંપનીનાં સ્થાનિક અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતાં.
૧૦ કિ.મી. દોડમાં સ્ત્રી અને પુરુષ બંને સ્પર્ધકોએ ૧૬ થી ૩૯ વર્ષની વયજૂથ તથા ૪૦ વર્ષ અને તેનાથી વધુની વયજૂથની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ૧૬ થી ૩૯ વર્ષની વયજૂથનાં મહિલા વિભાગમાં માનવીબેન પ્રથમ, એ. વી. આર. પી. ગુંજા ગોંદ દ્વીતીય તથા પ્રિયા એ.વી.આર. આર. પ્રિયા તૃતીય ક્રમે રહૃાા હતાં.પુરૃષ વિભાગમાં વિષ્ણુ કે.કે. પ્રથમ, સૃથાન આર. દ્વીતીય તથા બી.નાગેન્દ્ર તૃતીય ક્રમે વિજેતા થયા હતાં. ૪૦ વર્ષ તથા એથી વધુની વયજૂથની કેટેગરીમાં મહિલા વિભાગમાં પિન્કી ઝા પ્રથમ, પૂજા ગુરૃંગ દ્વીતીય તથા સુનિતા શર્મા તૃતીય ક્રમે વિજેતા થયા હતા. પુરુષ વિભાગમાં એલ.એન.કે. શ્યામ સુંદર પ્રથમ, ફોરમેન સંતોષ કુમાર દ્વીતીય તથા કેપ્ટન અવિનાશ ચૌધરી તૃતીય ક્રમે વિજેતા થયા હતાં.
હાફ મેરેથોનમાં ૧૮ થી ૩૯ વર્ષની વયજૂથ તથા ૪૦ કે તેથી વધુ વયનાં વયજૂથ માં સ્ત્રી - પુરૃષોએ ભાગ લીધો હતો. ૧૮ થી ૩૯ વર્ષની વયજૂથ માં મહિલા વિભાગમાં જોગડીયા નિમાવતી પ્રથમ, એસ.એલ.ટી. શ્રેષ્ઠા બી. સુયોગ દ્વીતીય તથા એસ.એલ.ટી.સલોની મિશ્રા તૃતીય ક્રમે વિજેતા થયા હતાં.
પુરૃષ વિભાગમાં વિકાસ સિમ્હર પ્રથમ, જાડેજા ક્રિપાલસિંહ દ્વીતીય તથા વિકાસ તૃતીય ક્રમે વિજેતા થયા હતાં. ૪૦ વર્ષ કે તેથી વધુની વયજૂથની કેટેગરીમાં મહિલા વિભાગમાં ઉર્મિલા લાલ પ્રથમ, પૂનમ ઝા દ્વીતીય તથા મિનાક્ષી કકાતી તૃતીય ક્રમે વિજેતા થયા હતાં. પુરુષ વિભાગમાં રાકેશ રાવત પ્રથમ ક્રમે, વિવેકાનંદ ખટવાકર દ્વીતીય ક્રમે તથા સંજય સિંઘ તૃતીય ક્રમે વિજેતા થયા હતાં. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સન્માનિત કરવામાં આવ્યા હતાં. દોડમાં વિવિધ કેટેગરીમાં કુલ અઢી હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial