Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨.૭૬ લાખથી વધુ ઘેટા-બકરા વર્ગના પશુઓ આવરી લેવાશેઃ
જામનગર તા. ૨૩ઃ ઘેટા-બકરામાં જોવા મળતો પીપીઆર (પેસ્ટે-ડેશ-પેટીટસ રૃમીન-ટસ) રોગ એ અગાઉ ગાય-ભેંસ જેવા મોટા પશુઓમાં જોવા મળતા રીન્ડર પેસ્ટ પ્રકારનો રોગ છે. આ રોગમાં પશુઓને ઝાડા અને શરદી થઈ જાય છે. પીપીઆર રોગને વૈશ્વિક સ્તરે ઓઆઈઈ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં પીપીઆર રોગ નાબૂદી માટેનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
સદરહુ કાર્યક્રમના સફળ અમલીકરણ અર્થે જામનગર જિલ્લામાં તા. ૧૬-૧૨-૨૪ થી ૧૫-૦૧-૨૦૨૫ દરમિયાન પશુપાલન શાખાની ટીમ દ્વારા ઘેટા-બકરા વર્ગના નાના પશુઓમાં પીપીઆર રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
રસીકરણ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં રસીકરણ કરવા પાત્ર કુલ ૨,૭૬,૦૦૦ થી વધુ ઘેટા-બકરા વર્ગના પશુઓને રસી આપવામાં આવશે. હાલમાં ૨૧મી પશુધન ધરતી ગણતરી પણ કાર્યરત હોય સ્થળાંતરિત પશુપાલકો કે જેઓ અન્ય જિલ્લામાંથી જામનગર જિલ્લામાં તેમનો ઘેટા-બકરા સાથે આવેલ હોય તેઓનું પણ વસ્તી ગણતરી અને પીપીઆર રસીકરણ કરવામાં આવશે. તેમ જિલ્લા પશુપાલન અધિકારી તેજસ શુક્લાએ જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૃ થયેલ રસીકરણ ઝુંબેશ પૂર્ણ થયેલ છે. આ ઝુંબેશ અંતર્ગત કુલ ૨,૫૬,૩૦૦ ગાય અને ભેંસને રસીકરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં ઘેટા-બકરામાં રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial