Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેમેરા પર કપડુ ઢાંકી તસ્કરે કસબ અજમાવ્યોઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાછળના ગોડાઉનમાં ગયા સોમવારની રાત્રે ઘૂસી ગયેલા કોઈ તસ્કરે ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી પર કપડુ ઢાંકી રૃા.૪૦ હજારના પિત્તળ ભંગારની ચોરી કરી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા આશુતોષ પેટ્રોલપંપ પાસે શ્રીજી શીપીંગ કંપનીના ગોડાઉનમાં ગયા સોમ વારની રાત્રિના બે વાગ્યાથી સવારના ચાર વાગ્યા દરમિયાન પાછળના ભાગેથી કોઈ તસ્કર ઘૂસી ગયો હતો.
આ તસ્કરે ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા પર કપડુ નાખી દીધા પછી પ્લાસ્ટિકના બેરલમાં રાખવામાં આવેલા અંદાજે રૃા.૪૦ હજારની કિંમતના પિત્તળના ભંગારની ચોરી કરી લીધી હતી. તે ચોરીની જાણ થતાં આ કંપનીના કર્મચારી મચ્છરનગર માં રહેતા ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે બીએન એસની કલમ ૩૦૫ (એ), ૩૩૧ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial