Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા અને પોલીસતંત્રે ભૂમાફિયાના ભાઈ ધર્મેશ રાણપરિયાએ કરેલા દબાણો હટાવ્યા

રણજીતસાગર રોડ પર ૧૦૦૦ ફૂટ જગ્યા ખૂલ્લી કરી મનપાએ કબજો પરત મેળવ્યોઃ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

જામનગરના ભૂમાફિયાના ભાઈ સામે તાજેતરમાં પોલીસમાં બે ફરિયાદ નોંધાઈ હતી, જેના દ્વારા સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું તેને જામનગર મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી. જામનગરના એડવોકેટની હત્યા કેસમાં જેમની સામે ફરિયાદ નોંધાઈ હતી તેવા જમીન માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સમે તાજેતરમાં વ્યાજ અન્વયેની બે ફરિયાદો નોંધાઈ હતી. આ શખ્સ ધર્મેશ રાણપરિયાએ રણજીતસાગર માર્ગે સરકારી ૧૦૦૦ ફૂટ જગ્યામાં ગેરકાયદયે દબાણ કર્યું હતું અને તેમાંથી પ૦૦ ફૂટ જમીનમાં બે દુકાનો ગેરકાયદે ખડકી દીધી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગત્ શનિવારે બપોર પછી આ બન્ને દુકાનોને જેસીબીની મદદથી તોડી પાડી હતી, જ્યારે અન્ય પ૦૦ ફૂટ જગ્યા ખૂલ્લી રખાઈ હતી, જેમાં પણ દબાણ કરાયું હતું. આ ૧૦૦૦ ફૂટ જગ્યાનો કબજો જામનગર મહાનગરપાલિકાએ પરત મેળવ્યો છે. આ કાગમીરી એસ્ટેટ શાખાના કાર્યવાહક ઈજનેર નીતિન આર. દિક્ષિત ઉપરાંત સુનિલ ભાનુશાળી, જયરાજસિંહ ઝાલા, અનવર ગજ્જણની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ ઉપસ્થિત રહ્યા હતાં ઉપરાંત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh