Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિલા સહિત ચાર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૩ઃ ધ્રોલની રઝવી સોસાયટીમાં સપ્તાહ પૂર્વે કોઈ બાબતે બે પાડોશી વચ્ચે જામી પડી હતી. એક પક્ષે પિતા-પુત્રી સામે તથા સામાપક્ષે પતિ-પત્ની સામે માર માર્યાની ફરિયાદ કરી છે.
ધ્રોલ શહેરની રઝવી સોસાયટીમાં રહેતા યુસુફ હારૃનભાઈ જુણેજા પર ગઈ તા.૧૫ની બપોરે પાડોશી રહેમાન ઉર્ફે ખાનભાઈ લોદીન, સાનીયા રહેમાનખાન નામના પિતા-પુત્રીએ પાઈપથી હુમલો કરી ગાળો ભાંડી હતી. જ્યારે સાનીયાએ ઝપાઝપી કરી યુસુફભાઈના પત્નીને પણ ઈજા પહોંચાડી હતી.
ઉપરોક્ત ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યુસુફભાઈએ નોંધાવ્યા પછી તેની સામે સાનીયા રહેમાનખાન લોદીને વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તા.૧૫ની બપોરે યુસુફ હારૃન જુણેજા, ઝરીનાબેન યુસુફ જુણેજાએ ધોકાથી હુમલો કરી રહેમાન ખાનને માર માર્યાે હતો અને ઝરીનાબેને ઢીકાપાટુથી સાનીયાને માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ બે મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial