Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી ફૂટેજથી આરોપીના સગડ મળ્યાઃ કાયદાથી સંઘર્ષિત કિશોરની શોધખોળઃ
જામનગર તા.૨૩ ઃ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આવેલી એક દુકાનમાંથી શનિવારે સવારે રૃા.૫ લાખ રોકડાની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ ઝૂકાવ્યા પછી ચોરીને અંજામ આપનાર મૂળ ખેડાના શખ્સને ચોરીમાં વાપરેલા સ્કૂટર સાથે મોરકંડા પાટીયા પાસેથી પકડી લીધો છે. તેણે પોતાના મિત્ર કાયદાથી સંઘર્ષિત કિશોર સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી છે. રોકડ, સ્કૂટર, મોબાઈલ મળી કુલ રૃા.૫ લાખ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આવેલી દુકાન નં.સી-૧૦૩માં સંજય ટ્રેડીંગ કંપની નામની પેઢી ચલાવતા ભરતભાઈ મનસુખભાઈ નંદા નામના આસામી શુક્રવારની રાત્રે પોતાની દુકાન વધાવીને ગયા પછી શનિવારે સવારે જ્યારે દુકાને આવ્યા તે દરમિયાન સવારના સાડા પાંચેક વાગ્યે તેમની દુકાનમાંથી ચોરી થઈ ગઈ હતી.
દુકાનમાં શટર ખોલી નાખી ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર પડેલી સીડી વાટે ઉપર રહેલી ઓફિસમાં જઈ ત્યાં બહાર મારવામાં આવેલા એલ્યુમિનિયમના દરવાજાની ફ્રેમ ઉખેડી નાખી હતી અને દરવાજામાં મૂકેલો કાચ કાઢી લીધો હતો.
તે પછી ઓફિસમાં ઘૂસી જઈ ખાંખાખોળા કરતા આ શખ્સે ટેબલના ખાનામાંથી કબાટની ચાવી શોધી કાઢી હતી અને તેનાથી કબાટ ખોલી તેમાં રાખવામાં આવેલી તિજોરીમાં રૃા.પ લાખ રોકડા ઉઠાવી લીધા હતા. ઉપરોક્ત ચોરીના સીસી ટીવી ફૂટેજ નીહાળ્યા પછી ભરતભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ આદરી હતી.
તે દરમિયાન આ ચોરીની તપાસ માટે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીએ પણ તપાસમાં ઝૂકાવ્યંુ હતું. જેમાં પીઆઈ વી.એમ. લગારીયાની સુચનાથી પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સના સગડ દબાવાયા હતા. જેમાં સ્ટાફના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે મોરકંડા પાટીયા પાસેથી મૂળ ખેડા જિલ્લાના રઢુ ગામના વતની અને હાલમાં હાપાના ખારી વિસ્તારમાં રહેતા શંકર રમેશભાઈ ધાધલપરા નામના શખ્સને જીજે-૧૦-એઈ ૧૩૦૨ નંબરના સ્કૂટર સાથે દબોચી લેવાયો હતો.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી રૃા.પ લાખ રોકડા અને રૃા.પ હજારનો મોબાઈલ મળી આવ્યો હતો. એલસીબીએ પૂછપરછ કરતા આ શખ્સે સંજય ટ્રેડીંગ નામની દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ કુલ રૃા.૫ લાખ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ ઘનિષ્ઠ બનાવતા તેણે આ ચોરીમાં પોતાનો કાયદાથી સંઘર્ષિત કિશોર મિત્ર પણ સંડોવાયેલો હોવાનું જણાવ્યું છે. તેની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial