Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હરીપર પાસે સોલાર પ્લાન્ટમાંથી વાયરની થયેલી ચોરીમાં સાત શખ્સ સપડાયા

આરોપી પૈકીના ચાર સામે અન્ય ગુન્હા પણ નોંધાયેલાઃ

જામનગર તા. ૨૩ઃ ધ્રોલના હરીપર પાસે સોલાર પ્લાન્ટમાંથી દસ હજાર મીટર વાયરની ચોરી થઈ હતી. તે ગુન્હાની તપાસમાં ધ્રોલ પોલીસે એક મોટર તથા મીની ટ્રકમાં ચોરાઉ વાહન લઈને જતા સાત શખ્સને દબોચી લીધા છે. રૃપિયા સાડા આઠ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી પૈકીના ચાર સામે અન્ય પોલીસ મથકમાં પણ ગુન્હા નોંધાયેલા છે.

ધ્રોલ નજીકના હરીપર ગામ પાસે આવેલા એક સોલાર પ્લાન્ટમાંથી ૧૦ હજાર મીટર સોલાર વાયરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસ ધ્રોલ પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ દ્વારા આરંભાઈ હતી.

તે દરમિયાન પોલીસે પ્લાન્ટ પાસે મુકવામાં આવેલા સીસી ટીવી ચકાસતા કેટલાક આરોપીના સગડ મળ્યા હતા. તે પછી મળેલી બાતમીના આધારે જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા તરફથી આવતા બે વાહનમાં ચોરાઉ વાયર લઈ જતાં સાત શખ્સને દબોચી લેવાયા છે.

પોલીસે ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામના મામદ સીદીક ત્રાયા, અંજારના બિલાલ જુસબ હિંગરોજા, અઝરૃદ્દીન ગુલમામદ હિંગરોજા તથા ઈમરાન ભચુ નાગડા, હાજી ભચુ નાગડા, રફીકશા અલીશા શેખ, મોહસીનઅલી મહંમદયુસુફ નામના સાત શખ્સને અટકાયતમાં લઈ જીજે-૧૨-બીએક્સ ૧૬૬૫ નંબરનો મીની ટ્રક તથા જીજે-૧૨-એફબી ૨૯૧૩ નંબરની ટ્રીબર મોટરની તલાશી લીધી હતી. તેમાંથી રૃા.૧ લાખ ૩૩ હજારની કિંમતનો ૧૯૦ કિલો ચોરાઉ કોપર વાયર તથા વાયર કટીંગના સાધન મળી આવ્યા હતા. પોલીસે ચાર મોબાઈલ, બે વાહન મળી કુલ રૃા.૮,૫૩, ૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ ધ્રોલના હરીપરની ચોરી ઉપરાંત વીસેક દિવસ પહેલાં હળવદના રણજીતગઢ પાસે તથા પાંચેક દિવસ પહેલાં ધ્રાંગધ્રાના બાવરી ગામ પાસે સોલાર પ્લાન્ટમાં ચોરી કર્યાનું કબુલ્યું છે.

આરોપી પૈકીના હારૃન હાજી ભચુ સામે ગાંધીધામ, મુદ્રા, ભચાઉ, કંડલા પોલીસ સ્ટેશનમાં નવ ગુન્હા, રફીકશા શેખ સામે ભચાઉ, અંજાર, પધર પોલીસ સ્ટેશનમાં ચાર ગુન્હા, બિલાલ ઉર્ફે મોહસીન સામે અંજારમાં બે ગુન્હા તથા ઈમરાન ભચુ સામે ગાંધીધામ અને ભચાઉમાં ત્રણ ગુન્હા નોંધાયેલા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh