Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસન સ્થળોના વિકાસ થકી ગુજરાત દેશનું ટુરીઝમ હબ બનવામાં અગ્રેસરઃ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા
રાજ્યના પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર તથા ઈટ્સ સીક્સથ વાવ એન.જી.ઓના સયુંકત ઉપક્રમે દ્વારકામાં પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહૃાો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના *વિકાસ ભી વિરાસત ભી* મંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહૃાા છે. રાજ્યના પ્રવાસન સ્થળો સર્વાંગી વિકાસ કરી રાજ્યને પ્રવાસનનું હબ બનાવવા દિશામાં અગ્રેસર બની રહૃાું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાની મુલાકાત વેળાએ સમુદ્રમાં વિલીન પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેવો જ અનુભવ તથા પ્રાચીન વિરાસતને એકદમ નજીકથી પ્રવાસીઓ પણ આનંદ માણી શકે તે માટે પ્રયત્નો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહૃાા છે.
આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહૃાું છે. બહોળી સંખ્યામાં પ્રવાસીઓ દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રાજ્ય સરકાર પણ દ્વારકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન દ્વારકા નગરી તેમજ પ્રાચીન સંસ્કૃતિની મહત્વતા અંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો છે.
કાર્યક્રમમાં શ્રીકૃષ્ણ સ્ત્રોતમ સાથે હવન કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્કુબા ડાઇવર્સને શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ અન્વયે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, પ્રાંત અધિકારી એ.એસ.આવટે, અગ્રણી પી.એસ.જાડેજા, સંજય નકુમ, લુણાભા સુમણીયા, રમેશ હેરમા, જે.કે. હાથિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial