Advertisement
Author: નોબત સમાચાર

પીએમજેએવાય યોજના માટે સરકારની નવી ગાઈડલાઈન જાહેર

અમદાવાદના ખ્યાતિકાંડે સરકારને ઢંઢોળીઃ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા !

અમદાવાદ તા. ર૩ઃ ખ્યાતિકાંડ પછી સરકારે પીએમજેએવાય મા યોજના માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. મોડી-મોડી સરકારની ઊઘ ઊડી છે, તેથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે.

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગિય પરિવારના આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે આરોગ્ય સહાય માટે 'પીએમજેએવાય-મા' યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલીક રવામાં આવી છે, પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા પછી સરકાર હરકતમાં આવી છે, અને આ યોજના માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.

આ યોજનામાં જિલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે, જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જિલ્લાની ટીમ દ્વારા જરૃરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ડે-કેર, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે. જેમાં કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રીરોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોકીલઅર ઈમ્પલાન્ટ (હીયરીંગ એઈડ) સહિતની અન્ય જટિલ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી પછીની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાર્થીને મળવાપાત્ર છે.

'ચિરંજીવી' અને 'બાલસખા' યોજનાના લાભોને પણ 'પીએમજેએવાય-મા'  યોજનામાં સમાવ્યા

ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે એનઆઈસીયુની સુવિધા મળી રહે તે હેતુથી 'ચિરંજીવી યોજના' અને 'બાલસખા યોજના'ના લાભોને પણ 'પીએમજેએવાય-મા' યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ છે.

પીએમજેએવાય યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે ૯૭ લાખ કુટુંબો/ર.૬પ કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજીત ૯૦૦ થી વધુ ખાનગી તથા ૧પ૦૦ થી વધુ સરકારી હોસ્પિટલોમાં નિયમિત સારવાર મેળવી રહ્યા છે.

અત્યાર સુધીમાં કુલ ૧૪થી વધુ હોસ્પિટલો ગેરરીતિ  કરવા બદલ સસ્પેન્ડ

ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોને કારણે વર્ષ ર૦ર૪ માં અત્યાર સુધીમાં કુલ ૧૪ થી વધુ હોસ્પિટલ ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેલ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાંત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જરૃરી પગલાં લેવાની ફરજ પડી છે.

રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતા જરૃરી પગલાં રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે, જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશ્યાલિટીની સારવારમાં દર્દીના હીતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સારવારની ગાઈડલાઈનમાં સુધારા કરવામાં આવી છે. અર્ડિયોલોજી, રેડિયોલોજી, ટીકેઆર/ટીએચઆર (ટોટલની રિપ્લેસમેન્ટ/ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) અને નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh