Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાગરિત દંપતીની શોધઃ રૃા.૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્તઃ
જામનગર તા. ૨૩ઃ જોડિયાના માવનુગામમાં ગયા રવિવારે ધોળે દિવસે થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી મૂળ કચ્છના અને હાલમાં મોરબી જિલ્લામાં રહેતા શખ્સની અટકાયત કરી છે. તેણે રૃા.૧ લાખ ૩૧ હજારનો મુદ્દામાલ કાઢી આપ્યો છે અને સાગરિત દંપતીનું નામ આપ્યું છે.
જોડિયા તાલુકાના નવા માવના ગામમાં દયાળજીભાઈ પેથાભાઈ રામપરીયા નામના આસામીના મકાનમાં ગયા રવિવારે સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઈ તસ્કરે દરવાજાનું તાળુ તોડી ચોરી કરી લીધી હતી.
તે મકાનમાં રાખવામાં આવેલા એક કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, રૃા.૮૧૦૦ રોકડા, સોનાનો હાર, વીટી, ચાંદીની ઝાંઝરી સહિત રૃા.૧ લાખ ૩૨ હજારની મત્તા ચોરાઈ ગઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાયા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તપાસનો હુકમ કર્યાે હતો. જેના પગલે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.
તે દરમિયાન સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો શખ્સ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવ્યો છે. તે બાતમીના આધારે દોડી ગયેલી એલસીબી ટીમે મૂળ કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામના વતની અને હાલમાં મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે રહેતા રૃપસિંગ રસીકભાઈ રાઠોડ નામના મારવાડી શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ શખ્સે પોતાના સાગરિત અજય હિમતભાઈ રાઠોડ તથા રોમાબેન અજય રાઠોડ સાથે મળી તે ચોરી કર્યાની કબૂલાત આપવા ઉપરાંત રૃા.૮૧૦૦ રોકડા, સોનાનું મંગળસૂત્ર, ચેઈન, વીટી અને લોખંડની કોસ કાઢી આપી છે. કુલ રૃા.૧ લાખ ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કરી રૃપસિંગ ઉર્ફે રૃપલા રાઠોડની અટકાયત કરાઈ છે અને અજય તથા તેની પત્ની રોમાબેનની શોધ કરાઈ રહી છે.
આરો૫ી રૃપસિંગ સામે ભુજના જુદા જુદા ચાર પોલીસ સ્ટેશનમાં તેમજ ગોંડલ તથા જેતપુર તાલુકા પોલીસ મથકમાં પણ ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ તથા તેના સાગરિત ભીખ માંગવાના બહાને જે તે ગામમાં આવી બંધ મકાનને ટાર્ગેટ બનાવી તેમાં તાળા-નકૂચા તોડી ચોરી કરી લેતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial