Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડા જિલ્લાના વડતાલધામમાં આયોજનઃ
જામનગર તા. ર૩ઃ અખિલ ભારતીય અધિવક્તા પરિષદની નેશનલ કાઉન્સિલની બેઠક ત્રણ દિવસ માટે તા. ર૭, ર૮ અને ર૯ ડિસેમ્બર, ર૦ર૪ ના વડતાલના સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામમાં યોજાનાર છે.
આ બેઠક ઉદ્ઘાટન સમારોહ તા. ર૭-૧ર-ર૦ર૪ ના બપોરે ર-૩૦ વાગ્યે યોજાશે. મુખ્ય અતિથિતી તરીકે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ પી.કે. મિશ્રા, અતિથિવિશેષ પદે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સમીરભાઈ જે. દવે ઉપસ્થિત રહેશે. બેઠકમાં ચર્ચાનો વિષય 'ફ્રેટેર્નીટી-કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટ' રહેશે.
આ નેશનલ કાઉન્સિલની બેઠકમાં ભારતભરમાંથી ૧ર૦૦ જેટલા વકીલો ભાગ લેવા આવશે. ગુજરાતના વકીલો પણ ઉપસ્થિત રહેશે. હાલારના બન્ને જિલ્લાના વકીલોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગરના વકીલ હિતેનભાઈ ભટ્ટ, હેમલભાઈ ચોટાઈ, પીનાકીનભાઈ રાવલ, મૃગેનભાઈ ઠાકર, રૃચિરભાઈ રાવલે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial