Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રક ડ્રાઈવર સામે પોલીસે ગુન્હો નોંધ્યોઃ
ખંભાળિયા તા.૨૩ ઃ ખંભાળિયા પાસે એક ટ્રકમાંથી નવ ભેંસ તથા ચાર પાડેળાને ઠસોઠસ ભરીને લઈ જવાતા હતા ત્યારે એનિમલ કેરના સદસ્યએ તેની મળેલી બાતમીના આધારે પોલીસનો સહયોગ માંગ્યો હતો. પોલીસે તે ટ્રક રોકાવી તેમાંથી કતલખાને લઈ જવાતા ૧૩ પશુને મુક્ત કરાવી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેની સાથે રહેલો શખ્સ પલાયન થઈ ગયો છે.
ખંભાળિયા-જામનગર રોડ પર એક આઈશર ટ્રકમાં ૧૩ પશુને ક્રુરતાપૂર્વક ઠાસીને તેઓને કતલખાને લઈ જવાતા હોવાની શંકા પરથી પોલીસે ગઈકાલે એક ટ્રક પકડી પાડી તેમાંથી ૧૩ પશુને મુક્ત કરાવ્યા છે અને બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. જેમાંથી એક પલાયન થયો છે.
ખંભાળિયા એનિમલ કેર સંસ્થાના દેસુરભાઈ ગગુભાઈ ધમાએ આ બાબતની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ હંજડાપર ગામનો હમીર નેભાભાઈ આંબલીયા નામનો શખ્સ જીજે-૩૭-ટી ૭૬૪૧ નંબરના ટ્રકમાં ઘાસચારા, પાણીની વ્યવસ્થા વગર પશુઓ હલનચલન પણ ન કરી શકે તેવી રીતે પશુને ઠાસીને ભરી ટ્રક લઈને જઈ રહ્યો છે.
તે બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકાવી તલાશી લેતા તેમાંથી નવ ભેંસ તથા ચાર પાડેળા મળી ૧૩ પશુ મળી આવ્યા હતા. પોલીસે ટ્રકના ચાલક હમીર આંબલીયા સામે ગુન્હો નોંધ્યો છે. તે ટ્રકમાં સાથે જઈ રહેલો અન્ય શખ્સ નાસી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial