Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાની ફૂડ વિભાગની કામગીરી
જામનગર તા. ૨૩ઃ જામનગરની ફૂડ વિભાગની ટીમ દ્વારા શાકભાજી- ફ્રૂટના ૧૮ નમૂના લેવાયા હતાં અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. નવી દિલ્હીનાં નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજયમાં ફ્રેશ ફ્રુટ/ શાકભાજી જેવી ખાદ્યચીજોમાં સ્પે. સર્કલથી ડ્રાઈવ અંગે ફૂડ સેફટી કમિશનરના આદેશ મુજબ જામનગર મહાનગર પાલિકા કમિશનર ડી. એન. મોદીની સૂચના અનુસાર ફૂડશાખાની ટીમ દ્વારા ૧૮ જેટલા નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શક્તિ ગૃહ ઉદ્યોગ (શંકર ટેકરી)ને સ્વચ્છતા રાખવા લેબલ પ્રોવીઝનનુ પાલન કરવા, હાઈજેનિક કન્ડીશન જાળવી રાખવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત જલારામ સ્વિટ માર્ટ (નવીવાસ) અને અન્ય એક મિઠાઈવાળાને ત્યાં તપાસ કરી જરૃરી સૂચના આપવામાં આવી હતી. પટેલ હંસરાજ મનજી દાળીયાવાળા (શેઠફળી-૨), ને ચિમનીની ઉંચાઈ વધારવાની સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત સેન્ટ્રલ બેંક માર્ગ પરના એક મીઠાઈવાળા અને દિલીપ ડેરીની પણ ફૂડ શાખાએ મુલાકાત કરી હતી. અને જરૃરી તપાસ કરી હતી.
ઉપરાંત તીનબત્તી વિસ્તારમાં આવેલ ફિશ માર્કેટમાં પણ ફૂડ વિભાગની ટીમે તપાસણી કરી હતી અને વ્યવસ્થિત કલોરીનેશન કરવા, મચ્છીની દુર્ગંધ ફેલાઈ નહી તે હેતુથી કેમિકલ્સ/ પેસ્ટીસાઈડ સ્પ્રે. કરવાની સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial