Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્યાઓનું શહેર !!
ખંભાળિયા તા. ૨૩ઃ ખંભાળિયામાં થોડા સમય પહેલાં જ ખંભાળિયા-સલાયાની જુની રેલવે લાઈન ફરીથી ચાલુ કરવાનું મંજૂર થયું તથા કરોડોના ખર્ચે નવી રેલવે લાઈનો, પૂલો તથા અન્ય કાર્યવાહી પણ ચાલુ થઈ છે. જેથી પ્રજાને નવી સવલત મળશે પણ આ કામગીરીમાં ખંભાળિયાનો રાજાશાહીના સમયનો વર્ષો જુનો માર્ગ બંધ થઈ જતાં લોકો તથા અશોકમીલ કંપાઉન્ડમાં આવેલ મગફળી બીના વેપારીઓ તથા મીલરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વર્ષો જુનો રસ્તો રેલવે લાઈન ચાલુ હતી ત્યારે પણ હતો !!
ખંભાળીયા જડેશ્વર મહાદેવ પાસે સ્ટેશન રોડ પરથી દ્વારકા રોડ તરફ જવાનો રાજાશાહીના સમયનો રસ્તો હતો જેના પર રેલવે ફાટક પણ આવેલું તથા તે પછી સાડા ચાર કરોડના ખર્ચે અંડરબ્રીજ પણ બનેલો હતો. આ રસ્તો જે જુનો સલાયા-પરોઢીયા જવાનો માર્ગ કહેવાતો તથા લોકોને અશોક પેટ્રોલ પંપ, નવીવાડી તથા વિજય હાઈસ્કૂલ તથા વાડી વિસ્તારો તથા પરોઢીયા ગામ જવા તથા દ્વારકા બાયપાસ તથા હાઈવે પર બોમ્બે મિનરલ કંપની તથા સરકીટ હાઉસ જવા ઉપયોગી થતો હતો. જેના પર વર્ષોથી લોકો વાહનો સાથે નીકળતા તથા મોટી સંખ્યામાં ખેડૂતો તથા વિદ્યાર્થીઓ પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હતાં.
થોડા સમયથી સલાયા રેલવેના કામે પાટા નાખવા માટે એક તરફનો રસ્તો રેલવે તંત્ર દ્વારા ખોદી નંખાયો છે. તો બીજી તરફનો રસ્તો હરજીભાઈ હીરાભાઈ નકુમ સહિતના ખેડૂતોની માલિકીની જગ્યામાંથી હોય તેમણે પણ ત્યાંથી બંધ કરતા હવે મોટા વાહનો કે ફોર વ્હીલર ના નીકળે તેવી સ્થિતિ થતાં લોકો ભારે પરેશાન થઈ ગયા છે. દ્વારકા હાઈવેને જવા શોર્ટકટ આ રસ્તો હતો તો ખંભાળીયામાં જડેશ્વર પાસે આવેલ અશોક મીલ કંપાઉન્ડ કે જેમાં આઠ-દશ ઓઈલ મીલો તથા મગફળીના બીના કારખાના આવેલા છે. આ વેપારીઓના ટ્રક કે વાહનો ત્યાંથી ના નીકળી શકે તેમ હોય તથા બીજો પણ રસ્તાનો વિકલ્પ કે ડાયવર્ઝન જેવું પણ ના હોય લોકો તથા વેપારીઓ પરેશાનીમાં મુકાયા છે.
૭૦/૮૦ વર્ષના બુઝુર્ગો કે જેમણે સલાયા રેલવે લાઈન જોયેલી ટ્રેનો ચાલતી તેમના કહેવા પ્રમાણે સલાયા ટ્રેઈન જતી ત્યારે પણ જડેશ્વર પાસેથી અશોક મીલ થઈને દ્વારકા હાઈવે જવાનો રસ્તો હતો એટલે તો રેલવે ફાટક હતું !! જો રસ્તો ના હોય તો રેલવે તંત્ર પણ આ રસ્તાના ઉપયોગ માટે સાડા ચાર કરોડના ખર્ચે અંડરબ્રીજ શા માટે બનાવે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial