Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્યએ કરેલી કામગીરીનું સરવૈયું

કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થતા

જામનગર તા. ૨૧ઃ જામજોધપુર-લાલપુર મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળની ઝલક હેમંતભાઈ ખવાએ રજૂ કરી છે.

બે વર્ષ પહેલા જામજોધપુર-લાલપુર વિસ્તારની જનતા""દ્વારા આશીર્વાદ રૃપી મતોથી હેમંત ખવાને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા બાદ હેમંત ખવા દ્વારા આ વિસ્તારને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે સક્ષમ ગામ સક્ષમ વિસ્તાર* ના સુત્રને સાર્થક કરવા તેમજ વિસ્તારના લોકોને આધુનિક ખેતી, યોગ્ય શિક્ષણ, કાયમી રોજગાર અને ઉત્તમ સારવાર મળે તે હેતુથી આયોજન હાથ ધર્યું. જેની ફળશ્રુતિ રૃપે જામજોધપુર તાલુકામાં કે જ્યાં એક પણ એમ.ડી. ડોક્ટર હતા નહિ અને સારવાર માટે તાલુકાના લોકોને છેક જામનગર સુધી ધક્કા ખાવા પડતા હતા તેમજ સમયસર સારવાર ના મળવાને કારણે ઈમરજન્સી વખતે લોકોને ખુબજ તકલીફોનો સામનો કરવો પડતો હતો ત્યારે હેમંત ખવા દ્વારા આ બાબતે વારંવાર વિધાનસભામાં રજુઆતો કરી, ૫૫ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં પ્રથમ એવી સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ મંજુર કરાવી. જેનાથી જામજોધપુર વિસ્તારના લોકોને ૧૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ તદ્દન નવા બિલ્ડીંગ તેમજ ૨૦ જેટલા કાયમી તજજ્ઞ ડોક્ટરોની ટીમનો કાયમી લાભ મળશે.""પોતાના મત વિસ્તારના લોકો સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પિટલમાં આવે ત્યારે તેમને મદદરૃપ થઇ શકવાના હેતુથી હોસ્પિટલમાં એક કાયમી સહાયક રાખીને છેલ્લા બે વર્ષમાં ૬૪૦ થી વધારે દર્દીઓને બ્લડની વ્યવસ્થા અને અન્ય કામગીરીમાં મદદરૃપ થયા છે.

હેમંત ખવા જયારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે જામજોધપુર અને લાલપુરની માત્ર ૧૧ સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હતા પરંતુ માત્ર બે વર્ષના સમય ગાળામાં ૧૧૨ જેટલા સ્માર્ટ ક્લાસ મંજુર કરાવી ૨૧મી સદીના આધુનિક શિક્ષણમાં વિસ્તારના સરકારી શાળામાં ભણતા બાળકો પણ પાછળ ના રહી જાય એવી વ્યવસ્થા ઉભી કરાવી. પોતાને મળતા ધારાસભ્ય તરીકેના પગાર માંથી સરકારી શાળાઓમાં ભણતાં ૨૨૦૦૦ જેટલા બાળકોને સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કરી વિસ્તારની શાળાઓની રૃબરૃ મુલાકાત લઇ બાળકોના ભવિષ્યની ચિંતા કરી રહૃાા છે.

આજથી બે વર્ષ પહેલા હેમંતભાઈ જયારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે વિસ્તારના ૭૫ થી વધારે રસ્તાઓ ખખડધજ હાલતમાં હતા ત્યારે ૩૦૦ કરોડથી વધારે રકમના ૬૭ જેટલા રસ્તાઓ સરકારમાંથી મંજુર કરાવ્યા. જે પૈકી ૧૯ જેટલા રસ્તાઓના કામો હાલ ચાલુ છે તેમજ બાકીના રોડરસ્તા ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે જે કામો પણ ટૂંક સમયમાં જ ચાલુ થશે.

જામજોધપુર લાલપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર આમતો સૂકો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીમાં ફાયદો થાય તે માટે બે વર્ષમાં વિસ્તારમાં પાંચ જેટલા નવા મોટા ચેકડેમો મંજૂર કરાવ્યા, તેની સાથે સાથે ત્રણ રાજાશાહી વખતના મોટા ડેમોમાં રીપેરીંગ મંજૂર કરાવી દરિયામાં વહી જતું પાણી અટકાવી ખેડૂતોને ફાયદો મળે એવી વ્યવસ્થા કરાવી હતી.

આ વિસ્તારમાં વીજળી ગુલ થવાની વ્યાપક સમસ્યાઓ હતી જેમકે વીજવાયર બદલવા, ખેડૂતોની માંગણીઓ મુજબ નવી લાઈનો ઊભી કરાવવી અને અવિરત વિજ પુરવઠો મળે એ દિશામાં ખેડૂતોને સાથે રાખી, અધિકારીઓ સાથે મિટિંગો યોજી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા.

દર સોમવારે જામજોધપુર અને દર ગુરુવારે લાલપુર કાર્યાલય ખાતે પોતે રૃબરૃ હાજર રહે છે જેના લીધે લોકો સીધા તેમને મળી રજૂઆત કરી શકે અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ થાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. આમ પોતાની કામગીરી દ્વારા હેમંત ખવાએ ના માત્ર પોતાના રાજકીય હરીફોને જવાબ આપ્યો પરંતુ એ સાબિત કરી બતાવ્યું કે જો ઈચ્છા શક્તિ હોય તો વિરોધ પક્ષે રહીને પણ લોક ઉપયોગી કામો થઈ શકે છે.

આગામી સમયમાં સમગ્ર વિસ્તારનો રોડ-મેપ બનાવી, કયા ગામમાં કેટલા પરિવાર ઘર વિહોણા છે? તેમને પોતાનું ઘરનું ઘર મળે,કેટલી મહિલાઓ વિધવા સહાય મેળવવા પાત્ર હોવા છતાં સહાય મળતી ન હોય તેમને સહાય મળે, કેટલા વૃદ્ધો વૃદ્ધ-પેન્શન મેળવવા પાત્ર હોવા છતાં પેન્શન ન મળતું હોય તેમને પેન્શન મળે, સ્કૂલમાં ભણતા દરેક બાળકને સ્કૂલમાં જ જાતિનો દાખલો મળી રહે તથા સરકારી યોજનાઓ અંગેની પાત્રતા ધરાવતા હોય તે ખેડૂતોને સીધો સરકારી લાભ મળે એ આશ્રયથી ગામડે ગામડે જઈ લોકજાગૃતિ ફેલાવી અને સમગ્ર વિસ્તારમાં એ દિશામાં કામગીરી હાથ ધરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh