Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન પારસી પરંપરા મુજબ દોખ્મેચેનાશિમાં
મુંબઈ તા. ૧૦: પારસી લોકોના રિવાજો હિન્દુઓના અગ્નિસંસ્કારના રિવાજો અને મુસ્લિમોના દફન રિવાજોથી ખૂબ જ અલગ છે. પારસી લોકો માને છે કે, માનવ શરીર કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે. આવી સ્થિતિમાં મૃત્યુ પછી તેને પ્રકૃતિમાં પાછું આપવું પડે છે. સમગ્ર વિશ્વમાં પારસીઓ આવી જ રીતે મૃતદેહોના અંતિમ સંસકાર કરે છે. વિગતો મુજબ મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં રાખવામાં આવે છે.
ટાવર ઓફ સાયલન્સ એક એવી જગ્યા છે જ્યાં પારસી લોકો મૃત્યુ પામ્યા પછી તેમના પ્રિયજનોના મૃતદેહને પ્રકૃતિના ખોળામાં છોડી દે છે. આ પ્રથા પારસી સમુદાયમાં પ્રાચીન સમયથી ચાલી આવે છે. તેને દખ્ખા પણ કહે છે. પારસી સમુદાયના લોકોના મૃતદેહોને 'ટાવર ઓફ સાયલન્સ' પર મૂકવાની પરંપરા છે જ્યાં ગીધ આ મૃતદેહો ખાય છે. આને 'આકાશ દફન' પણ કહેવાય છે, જો કે નવી પેઢીના પારસીઓ હવે આવા અંતિમ સંસ્કાર પર વધુ ભાર આપતા નથી.
પારસીઓ મૃતદેહને બાળવા-દાટવા કે ફેંકવાને બદલે ગીધને ખાવા માટે ટાવર ઓફ સાયલન્સમાં છોડી દે છે. જ્યારે ગીધ મૃતદેહોનું માંસ ખાઈ જાય ત્યારે બાકીના હાડકાને ખાડામાં નાખીને દાટી દેવામાં આવે છે. અંતિમ સંસ્કારની આ પરંપરાને દોખ્મેનાશિની અથવા દખ્ખા કહેવામાં આવે છે. પારસી ધર્મમાં મૃતદેહને સળગાવવા અથવા દનાવવાથી પ્રકૃતિને પ્રદૂષિત માનવમાં આવે છે. આ ત્રણ હજાર વર્ષ જુની પરંપરા છે.
એક રિપોર્ટ અનુસાર ૧૯૮૦ ના દાયકામાં દેશમાં ગીધની વસતિ ૪ કરોડ હતી જે ર૦૧૭ સુધીમાં ઘટીને માત્ર ૧૯,૦૦૦ રહી ગઈ. આ કારણે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. સરકારે રાષ્ટ્રીય ગીધ સંરક્ષણ કાર્ય યોજના ર૦ર૦-રપ દ્વારા ગીધની વસતિમાં થતા ઘટાડાને રોકવા માટે એક પહેલ શરૂ કરી છે, જેમાં થોડી સફળતા મળી છે. ગીધની વસતિમાં ઘટાડો થવાનું કારણ બળતરા વિરોધી દવા 'ડાઈક્લોફેનાક'ના ઉપયોગને આભારી છે. જે સારવાર દરમિયાન પશુઓને ખવડાવવામાં આવે છે. આવા ઢોરોના મૃત્યુ પછી જ્યારે ગીધ તેમને ખાઈ ગયા ત્યારે તેઓ પણ મરવા લાગ્યા જેના કારણે ગીધની વસતિને અસર થઈ. આ દવા ર૦૦૬ માં પ્રતિબંધિત કરવામાં આવી હતી. ગીધ અમુક કલાકોમાં શરીરમાંથી માંસ સાફ કરે છે, જ્યારે કાગડા અને ગરૂડ બહું ઓછું માંસ ખાઈ શકતા હોય છે, જનેા કારણે ઘણાં મૃતદેહોને સડતા મહિનાઓ લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે.
પારસી સમુદાયમાં મૃત્યુ પછી પણ કોઈપણ જીવના કામમાં આવે તે પુણ્ય માનવામાં આવે છે. પારસી લોકો માને છે કે, સ્મશાન અને જમીનમાં દફન કરવાથી પૃથ્વીના ત્રણ મૂળભૂત તત્ત્વો-માટી, પાણી અને અગ્નિ પ્રદૂષિત થાય છે. પારસી સમુદાયમાં મૃત શરીરને અપવિત્ર માનવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને રાખ્યા પછી ચાર દિવસ સુધી મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે જેને અરંધ કહેવામાં આવે છે.
ગીધની ઘટતી જતી વસતિને કારણે પારસી સમુદાયે પણ મૃતદેહોના અગ્નિસંકારની પદ્ધતિઓ બદલવી પડી છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા પછી પારસીઓ દ્વારા બનાવવામાં આવેલા ઈલેક્ટ્રીક સ્મશાનમાં તેમના અંતિમ સંસકાર કરવામાં આવ્યા હતાં. અકસ્માતમાં જીવ ગુમાવનાર જહાંગીર પંડોલના મૃતદેહને દક્ષિણ મુંબઈના ડુંગરવાડીના 'ટાવર ઓફ સાયલન્સ'માં મૂકવામાં આવ્યો હતો. કારણ કે તેના પરિવારે અંતિમ સંસ્કાર માટે પરંપરાગત રીત-રિવાજોને પ્રાધાન્ય આપ્યું હતું. ર૦૧પ થી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial