Advertisement
Author: નોબત સમાચાર

રોડ પરના ભ્રષ્ટાચારી ખાડાના કારણે જામનગરના સ્કૂટરચાલક વૃદ્ધનું મૃત્યુ

હજુ સેંકડો ખાડાઓ પ્રાણઘાતક અકસ્માતની રાહ જુએ છે!

જામનગર તા. ૧૦: જામનગરના રણજીતસાગર રોડ પર પડેલા ખાડામાં રવિવારે સવારે એક્ટિવાનંુ વ્હીલ આવી જતાં સંતુલન ગૂમાવી રોડ પર પછડાયેલા એક વૃદ્ધે જિંદગીથી હાથ ધોવા પડ્યા છે. ભારે વરસાદના એક મહિના વિત્યા પછી પણ હજુ જામનગર શહેરમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા રોડ-રસ્તાઓ વધુ અકસ્માતોને નિમંત્રી રહ્યા છે અને નકટા તંત્રવાહકો ચૂપકિદી સાધી બેસી રહ્યા છે!

જામનગરના રણજીત સાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કનૈયાલાલ વાઘુમલ અછડા નામના ૭ર વર્ષના સિંધી વૃદ્ધ ગયા રવિવારે સવારે નવેક વાગ્યે જીજે-૧૦-એએલ ૧૭૫૦ નંબરના એક્ટિવામાં ખંભાળિયા નાકા બહાર જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે સિંધી સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર પડેલા ખાડામાં સ્કૂટરનું વ્હીલ આવતા આ વૃદ્ધે સ્કૂટર પરનું સંતુલન ગૂમાવ્યું હતું અને તેઓ રોડ પર પછડાયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા કનૈયાલાલને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિલેશભાઈ અછડાએ પોલીસને જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જામનગર શહેર તથા જિલ્લામાં અને ગુજરાતભરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના રોડ-રસ્તા બિસ્માર બની ગયા છે. શહેરના આંતરીક માર્ગાે તો ઠીક પરંતુ જે ધોરીમાર્ગાે પર ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે તે રોડ પર વાહન ચલાવવાને લાયક રહ્યા નથી. શહેરના ગૌરવ ગણાતા પથ તેમજ અન્ય રસ્તાઓ તંત્રવાહકોની નાકામિયાબી તથા બેદરકારીનો પુરાવો પુરો પાડી રહ્યા છે. આ બાબતે અખબારો, ન્યૂઝ ચેનલો તેમજ સોશિયલ મીડિયા પર તંત્રની અને તંત્રવાહકોની બેફામ ટીકા થતી હોવા છતાં જાણે કે સાવ નકટા બની ગયા હોય તેમ જવાબદારો ખાડાઓને બુરવામાં નિષ્કાળજી રાખી લોકોને પોતાના ભાગ્ય પર છોડી દઈ લોકરોષને વધુને વધુ ઉકળાવી રહ્યા છે. ઉપરોક્ત બનાવમાં ખાડાના કારણે અકસ્માત અને તેના કારણે એક વ્યક્તિના મૃત્યુના અહેવાલ બહાર આવ્યા છે ત્યારે હવે તંત્રવાહકો શું કરે છે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh