Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ વર્ષ પહેલાં રૂ. ૨૫૦૦ માંગ્યા હતાઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયા તાલુકાના કજુરડા ગામમાં વર્ષ ૨૦૧૬માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અધિકારીએ રૂ. રપ૦૦ની લાંચ માંગી હતી અને એસીબીએ તેઓને લાંચ લેતા રંગેહાથ પકડી લીધા હતા. આ કેસમાં અદાલતે તત્કાલિન તલાટી કમ મંત્રીને ચાર વર્ષની કેદ અને રૂ. પ હજારનો દંડ ફટકાર્યાે છે.
કેન્દ્ર સરકારના સ્વચ્છ અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના એક વ્યક્તિએ વર્ષ ૨૦૧૬માં કાર્યવાહી કરી તેનું ફોર્મ કજુરડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભીખુભા બાલુભા જાડેજા સમક્ષ રજૂ કર્યું હતું.
તે ફોર્મની પૂર્તતા કરવા અને સભ્ય સચિવ તરીકે સહી કરી આપવા તલાટી કમ મંત્રીએ રૂ. ૨૫૦૦ માંગ્યા હતા. લાંચ ન આપવા ઈચ્છતા આ વ્યક્તિએ જે તે વખતે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ગોઠવાયેલા છટકામાં એસીબી પીઆઈ એચ.પી. દોશીએ આરોપી ભીખુભા બાલુભાને લાંચની રકમ સ્વીકારતો રંગેહાથ પકડી પાડ્યો હતો.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી ભીખુભા બાલુભા જાડેજાને તકસીરવાન ઠરાવી ચાર વર્ષની કેદની સજા અને રૂ. પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી વકીલ કમલેશ દવે રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial