Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'ની જલાની જારની પ્રાચીન ગરબીમાં યોજાયા 'ઈશ્વર વિવાહ'

સાંસદ, ધારાસભ્ય તથા મેયર સહિતના આગેવાનો જોડાયા

'છોટીકાશી' કહેવાયા જામનગરમાં જલાની જાર વિસ્તારમાં ધોતી-ઝભ્ભાધારી પુરૂષોની પ્રાચીન ગરબીમાં સાતમાં નોરતે યોજાતા ઈશ્વર વિવાહ આગવી લોકપ્રિયતાને કારણે આ ગરબીની ઓળખ સમાન છે. આ ગરબી ૩૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની માન્યતા છે. સાતમા નોરતા નિમિત્તે ગત રાત્રે અહીં પરંપરાગત ઈશ્વર વિવાહ ઉજવાયા હતાં. દેવાધિદેવ મહાદેવ અને આદ્યશક્તિ અર્થાત શિવ-પાર્વતીના લગ્નનો પ્રસંગ ઉજવવા ઈશ્વર વિવાહની સ્તુતિનું ગાન કરવામાં આવે છે. દરેક વ્યક્તિ સમજી શકે એ માટે એક પંક્તિ ૪ વખત ગાવામાં આવે છે. જેને પગલે આ ઉત્સવ ૩ કલાકથી પણ વધુ સમય ચાલે છે. ગતરાત્રે યોજાયેલ ઈશ્વર વિવાહમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો પણ જોડાયા હતાં અને નવરાત્રિનાં પાવન પર્વમાં માતાજીની આરાધના કરી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે ગરબીની પરંપરા સૌકાઓથી જળવાઈ હોવાની પ્રશંસા કરી આયોજકોને બિરદાવ્યા હતાં. તેમજગરબીને નગરની એક સાંસ્કૃતિ ઓળખ સમાન ગણાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh